દેશ દુનિયા

પાકિસ્તાન નું નિવેદન ઃ-ભારત સાથે અમે ૧૦૦ વર્ષ સુધી કયારેય લડાઈ ની વાત નહિ કરીએ ઃ પ્લીઝ વેપાર શરૂ કરો, અમને ગરીબી માંથી બહાર કાઢો !

ભારત ના પીએમ બાબતે પાકિસ્તાનના અબજપતિ બિઝનસમેન મિયાં મનશાએ મોટું નિવેદન આપ્યું છે. મિયાં મનશાએ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ માં વાતચીત ચાલુ છે અને બન્ને દેશ સાથે મળીને કામ કામ કરશે ભારત-પાક ની દોસ્તી થીજ પાકિસ્તાન ગરીબી માંથી બહાર આવી શકે છે. આ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ટૂંક સમય માં પાકિસ્તાનન ની મુલાકાત કરી શકે છે પાકિસ્તાન ના આ મોટા બિઝનેસમેન દ્વારા કરવામાં આવેલા દાવા ને લઈ પાકિસ્તાની જનતા માં એક નવી આશા બંધાઈ છે.

પાકિસ્તાનની મલ્ટીનેશનલ કંપની નિશાત ગ્રુપના પ્રમુખ મિયાં મનશાએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૬૫ ના યુદ્ધ અગાઉ ભારત અને પાકિસ્?તાન વચ્ચે ૫૦ ટકા વેપારિક સંબંધો હતા. જેનાથી પાકિસ્તાન માં સારી ઇન્કમ થતી હતી,હાલ હવે બન્ને દેશ વચ્ચે શાંતિ નો માહોલ જ પાકિસ્તાન માટે સારી વાત હશે. ભારત પાસે સારી ટેક્નોલોજી છે અને પાકિસ્તાન થી ભારત જતો માલ મોટી આવક રળી આપે તેમ છે.

પાકિસ્તાનના વેપારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે તાજેતરમાં જ પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં પાકિસ્તાને ભારત સાથે શાંતિપૂર્વકના સંબંધો પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા નીતિ સાથે સંકળાયેલા એક અધિકારીઓ પાકિસ્તાનના ન્યુઝપેપર એક્સપ્રેસ ટ્રિબ્?યૂનને કહ્યુ હતું કે, અમે આગામી ૧૦૦ વર્ષ સુધી ભારત

આ નવી નીતિમાં પાડોશી દેશો સાથે શાંતિ જાળવી રાખવાને મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્?યું કે, જાે આ મુદ્દા પર વાતચીત આગળ વધશે તો શક્?ય છે કે ભારત સાથે પહેલાની જેમ વેપાર અને વ્યવસાયિક સંબંધો સામાન્ય થઈ જાય.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નવી શિક્ષણ નીતિને શુક્રવારના રોજ લોન્ચ કરશે. પાકિસ્તાન સુરક્ષા નીતિના એક જ ભાગને જાહેર કરશે, બાકીનો ભાગ ગુપ્ત રાખવામાં આવશે. આ સુરક્ષા નીતિ તૈયાર કરવામાં પાકિસ્?તાનની સેનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પહેલા ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સીઝફાયરને લાગુ કરવા બાબતે સંમતિ થઈ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, અફદ્યાનિસ્તાનમાં તાલિબાને સત્તા હાથમાં લીધી તે પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાતચીત શરુ થઈ હતી.જે હવે આગળ જતાં ફરી એકવાર સંબંધો સામાન્ય કરવા વાતચીત ચાલુ હોવાનું તેઓ એ જણાવ્યુ હતુ.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button