રાજકારણ

ચાર વર્ષમાં ૫૮ લાખ રૂપિયા વધી મુખ્યમંત્રી યોગીની સંપત્તની

ગોરખપુર શહેર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંપત્તિમાં ગત ચાર વર્ષમાં લગભગ ૫૯ લાખ રૂપિયાનો વધારો થયો છે.એમએલસીથી ચુંટાવા સમયે તેમની સંપત્તિ ૯૫.૯૮ લાખ રૂપિયા હતી જે વધી ૧ કરોડ ૫૪ લાખ ૯૪ હજાર ૫૪ રૂપિયા છે ગત લોકસભા ચુંટણી ૨૦૧૪ની વાત કરીએ તો સાંસદ રહેતા યોગીની સંપત્તિ ૭૨ લાખ ૧૭ હજાર રૂપિયા હતી.
યોગી આદિત્યનાથે ઉમેદવારીપત્રક ભરતી વખતે દાખલ સોગંદનામામાં જણાવ્યું હતું તેમની પાસે બે હથિયાર પણ છે.તેમાં એક લાખ કિમતની એક રિવોલ્વર અને ૮૦ હજાર રૂપિયાની કીંમતની એક રાયફલ સામેલ છે.યોગીની પાસે કોઇ વાહન નથી તેમની પાસે એક લાખ રોકડ,નવીદિલ્હીની એસબીઆઇ સંસદ ભવન શાખામાં ૨૫ લાખ ૯૯ હજાર ૧૭૧ રૂપિયા,પીએનબીની ઇડસ્ટ્રીયલ એરિયા ગોરખનાથ શાખામાં ૪ લાખ ૩૨ હજાર ૭૫૧ અને ૭ લાખ ૧૨ હજાર ૬૩૬ રૂપિયાની ચાર એફડી,એસબીઆઇની ગોરખનાથ શાખાના ખાતામાં ૭,૯૦૮ રૂપિયા છે.
આ રીતે એસબીઆઇની લખનૌ ખાતે વિધાનસભા માર્ગ ખાતામાં ૬૭ લાખ ૮૫ હજાર ૩૯૫ તથા ડાકધર સંસદ માર્ગ નવીદિલ્હીના ખાતામાં ૩૫ લાખ ૨૪ હજાર ૭૦૮ રૂપિયા છે જયારે ૨ લાખ ૩૩ હજાર રૂપિયાનો વીમો છે.યોગી આદિત્યનાથના કાનમાં ૪૯ હજાર રૂપિયાની કીંમતનું ૨૦ ગ્રામનું કુંડલ,૧૦ ગ્રામની રૂદ્રાક્ષ લાગેલી એક સોનાની ચેન,જેની કીંમત ૧૨ હજાર રૂપિયા છે.મુખ્યમંત્રીની પાસે કોઇ અચલ સંપતિ નથી ન તો તેમના પર કોઇ કેસ છે ૪૯ વર્ષના મુખ્યમંત્રી યોગી એચએન બહુગુણા વિશ્વ વિદ્યાલય શ્રીનગર પૌઢી ગઢવાલથી વિજ્ઞાન(બીએસસી)થી સ્નાતક છે.
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચુંટણી સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પાસે ત્રણ લગ્ઝરી ગાડી હતી તેમાં એક જુની ટાટા સફારી,ઇનોવા અને નવી ફોચ્ર્યુનર સામેલ છે તેમની પાસે તે સમયે પણ કોઇ અચલ સંપત્તિ ન હતી

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button