આરોગ્ય

ગુજરાતઃ અમદાવાદની હવાની ગુણવત્તા અસહ્ય, દિલ્હી-મુંબઈ-પુણે કરતાં ખરાબ સ્થિતિ

અમદાવાદની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ નોંધાઈ હતી અને આ સાથે જ શહેરે પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નંબર-૧નું સ્થાન પણ પચાવી પાડ્યું હતું. અમદાવાદે દેશના ૪ શહેરોનું મોનિટરિંગ કરતાં જીછહ્લછઇ (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ)ના અહેવાલમાં પ્રદૂષિતતાનો રેકોર્ડ તોડીને સૌથી ખરાબ હવાની ગુણવત્તા એર ક્વોલિટી ઈન્ડેક્સ) નોંધાવી હતી.
સવારના સમયે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૧ µખ્ત/દ્બ૩ અને સાંજે ૭ઃ૦૦ કલાક આસપાસના સમયે તે વધીને ૩૨૯ µખ્ત/દ્બ૩ થયો હતો. પ્રદૂષણનું આ સ્તર જનસંખ્યા અને ખાસ કરીને સંવેદનશીલ જૂથ માટે ખૂબ જ જાેખમી ગણાય છે.
અહેવાલ પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના ૩ વિસ્તારો લેકાવાડા, રાયખડ અને બોપલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી ઉંચો રહ્યો હતો અને તેના પછીના ક્રમે મુંબઈના મઝગાંવ અને મલાડ રહ્યા હતા.
વિશ્વનું સૌથી પ્રદૂષિત કેપિટલ શહેર ગણાતું દિલ્હી અમદાવાદ કરતાં ઘણી સારી સ્થિતિમાં હતું અને સવારે દિલ્હીની હવાની ગુણવત્તા ૧૭૬ જીએમ૩ અને સાંજે ૧૩૨ જી એમ૩ નોંધાઈ હતી. આંકડાઓ જાેતાં અમદાવાદમાં આગામી ૩ દિવસ પણ હવાની ગુણવત્તાની આ અસહ્યતામાં કોઈ રાહત નથી દેખાઈ રહી. જાેકે દિલ્હી અને મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધરવાની શક્યતા જણાઈ રહી છે. જીછહ્લછઇ દ્વારા આ સમયગાળા દરમિયાન લોકોને સખત પરિશ્રમ કરવાની ના પાડવામાં આવી છે. તે સિવાય હૃદય અને ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોએ સખત પરિશ્રમથી બચવું જાેઈએ. ઉપરાંત શ્વસનને લગતી સમસ્યા ધરાવતા લોકો માટે પણ ચિંતાજનક સ્થિતિ કહી શકાય

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button