સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ રાંદેરમાં ર્નિદય કેરટેકટે બાળકને માર માયા

આયા કે કેરટેકરના ભરોસે પોતાના માસૂમ બાળકોને મૂકીને નોકરીએ જતા માતાપિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સૂરતના રાંદેર વિસ્તારમાં એક ૮ માસના બાળકને કેરટેકરે પાંચ મિનિટ સુધી હવામાં ઉછાળ્યું અને તેને માર માર્યો હતો. જેના કારણે મગજમાં ગંભીર ઈજાઓ સાથે માસૂમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે. આ દ્રશ્યો જાેઈને આપનું પણ હ્રદય હચમચી જશે.
આ વીડિયો જાેવોપ એક આઠ માસના માસૂમ સાથે આટલી ક્રૂરતા.. આ થપ્પડો મારવીપ કાન આમળવાપ બાળકને પછાડવુંપપ આઠ વર્ષના બાળક પર જુલમ કરનાર બીજું કોઈ નથી.પણ જેના ભરોસે કામકાજી માતાપિતા પોતાના કાળજાના ટુકડાંને મૂકીને જાય છે, તે કેરટેકરે ૮ માસના બાળકને છાનું રાખવા માટે માર મારી રહી છે. આ આઠ માસના બાળકને શુક્રવારે ગંભીર હાલતમાં સૂરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તે બેભાન અવસ્થામાં હતું.રાંદેર વિસ્તારમાં બાળકની સાથે કેરટેકર કોમલ તેંદૂલકરે ક્રૂરતા કરી તે વખતે માતાપિતા ઘરે ન હતા. હવે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે બાળક પર અત્યાચાર કરનારી ૨૭ વર્ષીય કેરટેકર કોમલ તેંદૂલકરની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે બાળકના પિતા મિતેષ પટેલે ફરિયાદ દાખલ કરી છે. મિતેષ પટેલ એક સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર છે. આ કેરટેકર મહિલા કોમલ તેંદૂલકરની સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાળકના માતા આઈટીઆઈમાં ફેકલ્ટી છે. બાળકના માતાપિતા દરરોજ કોમલ તેંદૂલકરને પોતાના જાેડિયા બાળકો સોંપીને નોકરીએ જાય છે.
તાજેતરમાં મિતેષ પટેલ અને તેમના પત્નીને પાડોશીઓએ જાણ કરી હતી કે જ્યારે તેઓ બંને ઘરે નથી હોતા, અને કેરટેકરને બાળકોની જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે તેમના બાળકો ખૂબ રડે છે.આ જાણકારી થયા બાદ મિતેષ પટેલે કેરટેકર કોમલ તેંદૂલકરને જાણ થાય નહીં તેમ સીસીટીવી ઈન્સ્ટોલ કરાવ્યા હતા. ત્યારે શુક્રવારે કોમલ તેંદૂલકરે મિતેષ પટેલને જાણકારી આપી હતી કે બેમાંથી એક બાળક બેભાન થઈ ગયું છે. બાદમાં આ બાળકને માતાપિતાએ હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. પોલીસ મુજબ.આ બાળકને મગજમાં ઈજાઓ પહોંચી છે અને તે વેન્ટિલેટર પર છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે કેરટેકર કોમલ તેંદૂલકરે બાળકને પછાડયું હોવાથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. કેરટેકર પર હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પરંતુ અહીં સવાલો છે કે બાળકને છાનું રાખવા માટે આટલી ક્રૂરતા એક મહિલા તરીકે કોઈ કેરટેકર કેવી રીતે કરી શકે? ૮ માસના બાળકને ૧૦ મિનિટ સુધી ઉછાળવામાં આવે, તેને મારવામાં આવે.પછાડવામાં આવે આટલી હદની ક્રૂરતા કરનારી આ મહિલાની કેટલી હદે માનસિક વિકૃતિ હશે? શું બાળકોના કેરટેકર તરીકે કામ કરનારા લોકોની કોઈ ટ્રેનિંગ કે બાળકોના માનસને લઈને કોઈ સમજણ પેદા થાય તેવી કોઈ તાલીમ થવી જાેઈએ નહીં? બાળકોને આવા કેરટેકરના ભરોસે મૂકીને જતા માતાપિતા આવા વીડિયો પછી કેવી રીતે પોતાના કાળજાના કટકાને આવી રીતે મૂકીને જવા માટે તૈયાર થશે? આ કેરટેકર મહિલાની સામે આકરા દાખલારૂપ પગલાં લેવાય તે પણ બેહદ જરૂરી છે.