દેશ દુનિયા
શિર્ડી સાઈ મંદિરની તિજાેરીમાંથી ૩ કરોડની જૂની નોટોનો ભરાવો

શિર્ડી સાઈબાબા મંદિરની તિજાેરીમાં ચલણમાંથી રદ કરવામાં આવેલી ત્રણ કરોડની ચલણી નોટોનો ભરાવો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે નોટબંધીને પાંચ વર્ષ વિત્યા છતાં આજે પણ ચલણમાંથી પાછી ખેંચાયેલી નોટો દાનપેટીમાં નાખવામાં આવે છે.
સાઈ સંસ્થાનની તિજાેરીમાં રદ થયેલી પાંચસો અને હજાર રૃપિયાની નોટો મોટા પ્રમાણમાં છે. ભાવિકો તરફથી દાનપેટીમાં નાખવામાં આવતી આ રદ કરાયેલી જૂની નોટોનું કોઈ મૂલ્ય નથી.
આ જૂની નોટોને લીધે સાંઈ સંસ્થાન માટે માથાના દુખાવા રૃપ બની ગઈ છે. કારણ આ નોટનો સંગ્રહ કરવો અથવા પાસે રાખવી એ ગેરકાયદેસર છે.
સાઈ સંસ્થાનના સીઈઓ ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું હતું કે જૂની નોટ બાબત અમે કેન્દ્રના નાણાં મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમણે રિઝર્વ બેન્કને આ બાબત ર્નિણય લેવા નિર્દેશ આપ્યો છે. અમે રિઝર્વ બેન્કના સંપર્કમાં છીએ.