આરોગ્ય

કોરોનાનાં કેસમાં આવ્યો મોટો ઘટાડો, ૧ લાખથી નીચે કેસ નોંધાયા

કોરોના વાયરસ રોગચાળામાંથી મુક્તિનાં દિવસો પાછા ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી હા, છેલ્લા ૨૪ કલાકમાં એક લાખથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. રવિવારે કુલ ૮૩,૮૭૬ નવા સંક્રમિતોની ઓળખ કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ બે લાખ (૧,૯૯,૦૫૪) દર્દીઓ સાજા થયા અને ૮૯૫ દર્દીઓનાં મોત થયા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સોમવારે ૮૩,૮૭૬ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં ૨૨% ઓછા છે. આ સાથે, છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫ લોકોનાં મોત થયા છે અને કુલ મૃત્યુઆંક ૫,૦૨,૮૭૪ પર પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય કેસલોડ ૧૧,૦૮,૯૩૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કેસોમાં ૧,૧૬,૦૭૩નો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧,૯૯,૦૫૪ દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૪,૦૬,૬૦,૨૦૨ થઈ ગઈ છે. સૌથી વધુ કોરોનાનાં કેસવાળા પ્રથમ પાંચ રાજ્યોમાં કેરળમાં ૨૬,૭૨૯ કેસ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૯,૬૬૬ કેસ છે, કર્ણાટકમાં ૮,૪૨૫ કેસ છે, તમિલનાડુમાં ૬,૧૨૦ કેસ છે અને મધ્યપ્રદેશમાં ૫,૧૭૧ કેસ છે.
નોંધાયેલા નવા કેસોમાંથી ઓછામાં ઓછા ૬૬.૯% આ પાંચ રાજ્યોનાં છે, જેમાં એકલા કેરળ નવા કેસોમાં ૩૧.૮૭% હિસ્સો ધરાવે છે. ભારતનો રિકવરી રેટ હવે ૯૬.૧૯% છે. ભારતે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૪,૭૦,૦૫૩ ડોઝ આપ્યા છે, અને કુલ ડોઝની સંખ્યા ૧,૬૯,૬૩,૮૦,૭૫૫ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૧,૫૬,૩૬૩ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button