અભિનેત્રી માહી ગિલ ભાજપમાં સામેલ થશે

પંજાબમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે અનેક સેલિબ્રિટીઓ રાજ્કીય પાર્ટીઓમાં સામેલ થઇ રહી છે,ત્યારે અભિનેત્રી માહી ગિલ પણ આજે ભાજપમાં જાેડાશે, કે માહીએ હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી રાજકીય ક્ષેત્રે પર્દાપણ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે.
અનુરાગ કશ્યપની ફિલ્મ પારોથી તેને લોકપ્રિયતા મળી હતી. માહીને વર્ષ ૨૦૧૦માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ પણ મળ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડ પહેલા માહીએ પોતાના કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મોથી કરી હતી. માહીએ ગુલાલ, આગ સે રાઈટ, દબંગ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, પાન સિંહ તોમર, દબંગ ૨, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર્સ રિટર્ન્સ, ઝંજીર, બુલેટ રાજા, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ૩, દુર્ગામતી અને દૂરદર્શન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
છેલ્લી માહી પંજાબી ફિલ્મ જાેરા ધ સેકન્ડ ચાર્ટરમાં જાેવા મળી હતી જે વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. આ સિવાય તે ૨૦૨૧માં જ સિરીઝ યોર ઓનરમાં જાેવા મળી હતી. માહીની પર્સનલ લાઈફ માહીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે હાલમાં તેના બોયફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહે છે. આ સાથે તેમને એક પુત્રી પણ છે. જાે કે માહીએ પોતાની દીકરીને લાંબા સમય સુધી બધાથી છુપાવીને રાખી હતી, પરંતુ પછી ખબર પડી. કોઈપણ રીતે, માહીને તેની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરવાનું પસંદ નથી.