રમત ગમત

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમનું નામ અમદાવાદ ટાઈટન્સ હશે

અમદાવાદની આઇપીએલ ટીમનું નામ નક્કી થઈ ગયું છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમનું નામ અમદાવાદ ટાઈટન્સ હશે. સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવી છે.

આઈપીએલ ૨૦૨૨ની હરાજી ૧૨મી અને ૧૩મી ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવવાની છે. આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે. આ હરાજીમાં ૧૦ ટીમો ભાગ લઈ રહી છે.બીસીસીઆઇએ કુલ ૫૯૦ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેના પર બેંગલુરુમાં ૨ દિવસ સુધી ચાલનારી હરાજી પ્રક્રિયામાં બોલી લગાવવામાં આવશે. આ વખતે લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમોને આઈપીએલમાં સામેલ કરવામાં આવી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગનો મેગા ઓક્શન પહેલા તમામ ખેલાડીઓની લિસ્ટ જારી કરી દીધી છે, જેની આ વર્ષે બોલી લાગશે. મ્ઝ્રઝ્રૈંએ મંગળવારે કુલ ૨૯૦ ક્રિકેટરની લિસ્ટ જારી કરી છે, ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં ખેલાડીઓની બોલી લાગશે.

અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિસાન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યજુવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓનું નમા પણ ઓક્શનમાં સામેલ છે. જાે કે, એબી ડિવિલર્સ, ક્રિસ ગેલ જેવા મોટા નામ જે આઇપીએલની શાન છે તેઓ આ વર્ષે લિસ્ટનો હિસ્સો નથી.

આ વર્ષે જે ૫૯૦ ક્રિકેટર્સની બોલી લાગવા જઈ રહી છે, એમાં ૨૨૮ કેપ્ડ પ્લેયર્સ છે, જયારે ૩૫૫ એનકેપ્ડ પ્લેયર્સ છે, એ ઉપરાંત ૭ ખેલાડી એસોશિએટ નેશનના પણ છે.

જાે વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો આ વખતે ફાંફા ડુ પ્લેસીસ, ડેવિડ વોર્નર, પેન્સ કટિંગ, કસીંગો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, કવિંટન ડી કોક, જાેની બેયરસ્ટોક, જેસન હોલ્ડર, ડ્‌વેન બ્રાવો, શાકીબલ હસન, વાનિંદું હસારંગા અન્ય ખેલાડીઓ સામેલ છે.

આ વર્ષેના મેગા ઓક્શનમાં કુલ ૪૮ એવા ખેલાડી છે, જેની બેસ પ્રાઈઝ ૨ કરોડ રૂપિયા છે. જ્યારે ૨૦ ખેલાડીઓ એવા છે, જે દોઢ કરોડ રૂપિયાના બ્રેકેટમાં આવે છે. સાથે જ ૩૪ ખેલાડીઓનું નામ ૧ કરોડની બેસ પ્રાઈઝમાં છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button