ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઇ ગઇ

ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચો ઉપરાંત ટી ૨૦ વર્લ્ડ કપની ફાઈનલ અને ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેની ગ્રુપ મેચોની ટિકિટ પણ ટોચની પાંચ મેચોમાં સામેલ છે. અત્યાર સુધીમાં ૨,૦૦,૦૦૦ થી વધુ પ્રી-સેલ ટિકિટો વેચાઈ ચુકી છે. આગામી આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપનાં બોર્ડનો ભાગ રહેલા જેમ્સ સધરલેન્ડે જણાવ્યું હતું કે, આ એક ઉદાહરણ છે કે ઓસ્ટ્રેલિયાએ નોવાક જાેકોવિચની સ્થિતિને પહોંચી વળવા માટે દેશને મળેલા નકારાત્મક દબાણ છતા એક મહામારીની વચ્ચે રમતનું આયોજનોને સમાવવાનો એક માર્ગ શોધવામાં આવ્યો છે. તેમણે કહ્યુ, “મને તેના વિશે કોઈ શંકા નથી, ઓસ્ટ્રેલિયા માટે, એક દેશ તરીકે, જે મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે, અમારી પ્રતિષ્ઠા ખરેખર મજબૂત રહેશે,” સધરલેન્ડે કહ્યું, “આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં કદાચ સૌથી મોટી ઇવેન્ટ ઑક્ટોબર અને નવેમ્બરમાં ટી ૨૦ વર્લ્ડ કપ છે, અને હું જાણું છું કે તેના માટે ટિકિટનું વેચાણ એકદમ ઉત્તમ છે.”
તેમણે કહ્યું, “યુએઈમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત બાદ, આ ટૂર્નામેન્ટ બહુ જલ્દી આવી રહી છે, તેના વિશે ઘણી અપેક્ષાઓ હશે. મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયન ઓપનની કોઈ અસર થશે.” યાદ કરો કે ઓસ્ટ્રેલિયન સરકારે ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા આવેલા સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જાેકોવિચને વિઝા દસ્તાવેજાેનાં અભાવે દેશમાંથી કાઢી મૂક્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાને જાેકોવિચનાં ચાહકોની ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.