હવે નહીં બચી શકે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, ડી કંપનીને દબોચવા એજન્સીને જવાબદારી સોંપી

દાઉદ ઈબ્રાહિમ પર સકંજાે કસવાની જવાબદારી ગૃહ મંત્રાલયે હવે એનઆઇએને સોંપી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દેશની સૌથી મોટી આતંકી તપાસ એજન્સી છે. પ્રથમ વખત એનઆઈએ ને દાઉદ ઈબ્રાહિમ પર સકંજાે કસવા માટે મોટા પાયે કમાન સોંપવામાં આવી છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે એનઆઈએ દાઉદ ઈબ્રાહિમ પર સકંજાે કસવા માટે મોટા પાયા પર તૈનાત કરવામાં આવી છે. હકિકતમાં કેટલાક સમય પહેલાં જ ખબરો હતી કે દાઉદ ઈબ્રાહિમનો નાનો ભાઈ અનીસ ઈબ્રાહિમ ભારતીય સુરક્ષા એજન્સીઓના રડાર પર છે. ડ્રગ સ્મગલિંગમાં સંડોવાયેલો આરોપી અનીસ ઇબ્રાહિમ હાલમાં દુબઇથી પોતાનો ધંધો સંભાળી રહ્યો છે.
અત્યાર સુધી ઈડી દ્વારા દાઉદ સાથે જાેડાયેલા કેસોની તપાસ કરાઈ રહી હતી. પરંતુ હવે એનઆઈએ પાસે પણ એ પાવર છે કે તે વિદેશમાં જઈને કાર્યવાહી કરી શકે છે. ગૃહ મંત્રાલયે ડી કંપની સંબંધિત તમામ કેસોની તપાસ માટે સૌથી મોટી તપાસ એજન્સીને કમાન સોંપી દીધી છે.
ગૃહ મંત્રાલયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર કાર્યવાહી કરવા માટે એક નવી યોજના તૈયાર કરી છે, જે અંતર્ગત દાઉદ ઈબ્રાહિમ સાથે જાેડાયેલા મામલાઓની તપાસની જવાબદારી એનઆઈએને આપવામાં આવી છે.
યુએપીએ હેઠળ દાઉદ ઈબ્રાહિમ, ડી કંપની અને તેના દરેક સાગરિતો સામે પહેલેથી જ કેસ નોંધાયેલા છે. હવે એનઆઈએ આ અંતર્ગત આગળની કાર્યવાહી કરશે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સ સ્મગલિંગ અને ફેક કરન્સીનો વેપાર કરીને ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે. દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપની લશ્કર-એ-તૈયબ, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા દ્વારા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ ફેલાવી રહી છે.