લતાજીના અંતિમ સંસ્કારમાં જવા માટે ત્રણ વખત તૈયાર થયા ધમેન્દ્ર પણ ઘરની બહાર જવા પગ ના ઉપડયા

બોલીવૂડના એક સમયના સુપર સ્ટાર અને અભિનેતા ધર્મેન્દ્ર લતાજીના અંતિમ સંસ્કારમાં નજરે પડયા નહોતા.હવે ધમેન્દ્રે આ વાતનો ખુલાસો કરતા કહ્યુ છે કે, મને લતા દીદીના નિધનની ખબર મળી એ પછી બહુ પરેશાન થઈ ગયો હતો.હું દીદીના અંતિમ સંસ્કારમાં જવા માટે એક વખત નહીં ત્રણ વખત તૈયાર થયો હતો પણ દરેક વખતે મારા પગ ત્યાં જવા માટે ઉપડતા નહોતા.તેમણે કહ્યુ હતુ કે, હું લતા દીદી આ રીતે છોડીને જતા રહે તે જાેવા માટે તૈયાર નહોતા.તેમના નિધનની ખબર સાંભળી ત્યારથી મને સારુ નહોતુ લાગી રહ્યુ.
ઉલ્લેખનીય છે કે, ધરમ પાજીએ લતાજીના દેહાંતના ખબર મળ્યા બાદ તેમની અને લતાજીને એક તસવીર પણ શેર કરી હતી અને લખ્યુ હતુ કે, આખી દુનિયા દુખી છે.વિશ્વાસ નથી થતો કે તમે અમને છોડીને જતા રહ્યા છે.તમારા આત્મને શાંતિ મળે તે માટે અમે પ્રાર્થના કરી રહ્યા છે.૨૦૨૦માં ધર્મેન્દ્રને લતાજીએ એક પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર ભેટમાં આપ્યુ હતુ.જેમાં લતાજીના ગીતો સેવ કરાયેલા હતા.તે બદલ ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર લતાજીનો આભાર પણ માન્યો હતો.