ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ હવે એ.કે.રાકેશને સોંપાયા

પીપર લીક કાંડને લઈને તેમની સામે ઘણા ગંભીર સવાલો ઉઠ્‌યા હતા. જાેકે હવે આજે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.ક. રાકેશને સોંપવામાં આવ્યા છે. જેમા આસિતવોરાએ રાજીનાનું આપ્યાના તુરંત બીજા દિવસે તેમને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.આસીત વોરની સામે પેપર લીક કાંડને લઈને ઘણા સવાલો ઉઠ્‌યા હતા. જેના કારણે છેલ્લા ઘણા સમયથી તેઓ વિવાદોમાં હતા. જાેકે તેમણએ રાજીનામું આપ્યાના બીજા દિવસે એટલેકે આજે સરકાર દ્વારા એ.કે.રાકેશને ગૌણ સેવા પસંદ મંડળના ઈન્ચાર્જ ચેરમેન બનાવામાં આવ્યા છે.
ઓગસ્ટમાં વિદાય કરવામાં આવેલી રૂપાણી સરકારનાં કથિત વહાલાઓની વિદાયનો તખ્તો કેટલાય વખતથી ગોઠવાતો હતો. તેમાં પણ પેપર લીક કાંડ પછી રાજ્યમાં ભાજપ સરકારની રેવડી દાણ..દાણ થતી જાેવા મળતી હતી. તેમાં પણ ભ્રસ્ત્રાચારના આરોપોએ માઝા મૂકી હતી. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થતા જ ગૃહ વિભાગમાં પારદર્શિતા અને ઝડપી ન્યાયની છાપ એકદમ ઉપસી આવી. એટલામાં જ હેડ કલાર્ક પરીક્ષાના પેપર ફૂટ કાંડમાં છેક પ્રિન્ટર્સ સુધી રેલો પહોચ્યો. આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડલના ચેરમેન અસિત વોરાનું તત્કાલ રાજીનામું ના લેવાયું. સવાલો ત્યારથી ઉઠવા માંડ્યા કે ‘આટ-આટલું થયા પછી પણ વોરાનો એવો તે કેવો ‘ઓરા’ કે સરકાર રાજીનામું નાં લઇ શકી ? કે હટાવી નાં શકી ? આખરે, વોરાનો ઓરા ઓસરી ગયો અને રાજીનામું આપી દીધું.
આ અગાઉ જાન્યુઆરીમાં જ કેટલાક બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામાં પડી ગયા હતા. સંગીત-નૃત્ય નાટ્ય વિભાગના પંકજ ભટ્ટ , ૨૦ મુદા કાર્યક્રમ અમલીકરણ સમિતિના આઈ કે જાડેજા. સહિતના રાજીનામાં બાદ, આજે ગુજરાત વિધાનસભામાં એક સમયે કોન્ગ્રેસના દંડક અને શંકરસિંહ વાઘેલાના વેવાઈ બળવંત સિંહ રાજપૂત, જેઓ જીઆઇડીસીનાં ચેરમેન હતા ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિમાં પણ રહેલા આઈ કે જાડેજા, સહીત પાંચ અધ્યક્ષોએ રાજીનામાં આપ્યા છે.
આઈ કે જાડેજા છેલ્લા ૧૫ વર્ષથી હોદ્દા પર બિરાજિત હતા. બળવંત સિંહ રાજપૂત ૨૦૧૭માં રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ઉભા હતા. આ વખતે જ તેઓ વરસો જૂનો કોંગ્રેસ નો નાતો તોડી ઉમેદવાર બન્યા હતા. પરંતુ તેઓ ત્રીજા ઉમેદવાર ટીકે જીતી નહોતા શક્યા. પરિણામે તેમણે બોર્ડ નિગમથી સંતોષ માનવો પડ્યો હતો. હવે તેઓ જીઆઇડીસીમાંથી રાજીનામું આપી ચુક્યા છે.
બોર્ડ નિગમમાં ધડાધડ રાજીનામા બાદ હવે રાજ્ય સરકારની નજર ગૃહ વિભાગ પર છે. વરસોથી પોલીસ કમિશનર કે પોલીસ ખાતામાં મનગમતા પોસ્ટીંગ પર ‘જાળા’ની જેમ બાઝી ગયેલા પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર વિવાદ અને ધારાસભ્ય / સંસદની ફરિયાદ ઘણી ગંભીર રીતે જાેવાતા, બોર્ડ-નિગમની માગક હવે પોલીસ ખાતામાં પણ મોટો ઘાણવો ઉતરશે
ગુજરાતની રાજનીતિમાં અત્યારે સુથી વધુ ચર્ચાની એરણે રાજકોટ છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સભાના સાંસદે લગાવેલા આરોપથી રાજનીતિ અને પ્રસાશનિક ‘જુગલબંદી’ની બૂ’ આવી રહી હોવાની પ્રતીતિ નાગરિકોને થઇ રહી છે. રાજકોટના સોની વેપારીએ પોલીસ પર લગાવેલા આરોપ બાદ હવે લાકડાના વેપારી મુદ્દે પોલીસ ઘેરાઈ છે. કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપ પછી રાજકોટ કમિશનર ભૂગર્ભમાં ઉતારી ગયા છે. મનોજ અગ્રવાલ સામે ગૃહ વિભાગે તપાસ શરૂ કરી છે. ત્યારે આક્ષેપ થયા બાદ કમિશનર મનોજ અગ્રવાલ ગુમ થયા છે. પોલીસ કમિશનર અને અધિકારીઓ પર આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. એક તરફ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ક્યાં છે તે અંગે તર્ક વિતર્ક થાય છે તો બીજી તરફ રાજકોટ ક્રાઈમબ્રાંચના વધુ એક ઁજીૈં આવ્યા વિવાદમાં આવ્યા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button