રાજકારણ

હરિયાણા સરકારની વિરૂધ્ધ કિસાનોએ વળતર માટે મોરચો ખોલ્યો

હરિયાણાના અનેક ભાગોમાં કિસાનોએ એકવાર ફરી ભાજપ સરકારની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો છે.કરનાલમાં કિસાન વળતરની માંગને લઇ પ્રદર્શન કરી રહ્યાં હતાં. કિસાનોનું કહેવુ છે કે આ વખતે ગુલાબી સુંડીએ કપાસની પાકને મોટું નુકસાન પહોંચાડયું છે.પોલીસ દળની તહેનાતી વચ્ચે જીંદ,હિસાર,ફતેહાબાદ ભિવાની અને કરનાર જીલ્લાના કિસાન એકત્રિત થયા અને કિસાનોએ એક માર્ચ પણ કાઢી હતી.
પગડી તાલુકાના જટ્ટા કિસાન સંધર્ષ સમિતિના અધ્યક્ષ મનદીપ નથવાને કહ્યું કે વરસાદ અને ગુલાબી સુંડીના કારણે હજારો એકરની કપાસનો પાક નષ્ટ થયો છે પરંતુ સરકારે તેના માટે કોઇ વળતર આપ્યું નથી જયારે હરિયાણામાં કોંગ્રેસ સરકાર હતી તો તેણે એક એકર ઉપર ૧૭ હજાર રૂપિયાના હિસાબથી વળતર આપ્યું હતું. કિસાનોનું કહેવુ છે કે જો સરકાર તેમની માંગ નહીં સાંભળે તો તે આંદોલન કરશે.
એ યાદ રહે કે આ પહેલા કિસાન કૃષિ કાનુનોની વાપસીને લઇ દિલ્હી સીમા પર એક વર્ષ સુધી ધરણા પર બેઠા હતાં અંતમાં સરકારે ત્રણેય કાનુન પાછા લીધા હતાં એ યાદ રહે કે આ વખતે વરસાદના કારણે કિસાનોને મોટું નુકસાન થયું છે રવીના કાપમાં આ વખતે ઘટાડો થાય તેવી સંભાવના છે.
હરિયાણામાં સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી ૧૭ હજારથી વધુ કિસાનોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ કલેમ કર્યા છે કિસાનોનું કહેવુ છે કે અતિવૃષ્ટી અને કરા પડવાને કારણે ઘઉ ચણા સરસો કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે મોટાભાગના કિસાનોનું કહેવુ છે કે તેમના પાકનો વીમો ન હોવાથી તેમને ખુબ નુકસાન ઉઠાવવું પડશે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button