ક્રાઇમ

રીવામાં આદિવાસી કિશોરી પર ગેંગરેપ,આરોપીઓએ પીડિતાના ચહેરાને દાંતોથી કાપ્યા

મધ્યપ્રદેશમાં રીવા જીલ્લાના એક ગામમાં બે સગીર સહિત ત્રણ લોકોએ ૧૭ વર્ષીય એક આદિવાસી કિશોરીનું કહેવાતી રીતે અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો એટલું જ નહીં આરોપીઓએ દાંતોથી પીડિતાના ચહેરાને સખ્ત રીતે કાપ્યો હતો.
વધારાના પોલીસ અધીક્ષક શિવકુમાર વર્માએ કહ્યું કે આ ઘટના રીવા જીલ્લાના મુખ્યમથકથી ૮૦ કિલોમીટર દુર હનુમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હતી જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે પોતાની બેનની સાથે મેળમાંથી પાછી ફરી રહેલ કિશોરીનું ત્રણ આરોપીઓએ અપહરણ કરી લીધું હતું અને તેને જંગલમાં લઇ ગયા જયાં ત્રણેય યુવતી પર બળાત્કાર કર્યો.આરોપીઓમાંથી બે સગીર યુવકો છે અને એક અન્ય આરોપી શિવકરણ ગોડ ઉ.૨૨ છે.
વર્માએ કહ્યું કે આ આરોપીઓએ પીડિતાની સાથે મારપીટ કરી અને પોતાના દાંતોથી તેના ચહેરાને સખ્ત રીતે કાપ્યો હતો તેમણે પીડિતાને ઘટનાની બાબતમાં કોઇને બતાવવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.તેમણે કહ્યું કે પીડિતા આરોપીઓની ચુંગલમાંથી છુટી પોતાના એક સંબંધીના ઘરે પહોંચી અને તેમને આપવીતી સંભળાવી ત્યારબાદ તે પોતાના પરિવારજનોની સાથે હનુમના પોલીસ સ્ટેશન પહોંચી અને મામલો દાખલ કરાવ્યો
વર્માએ કહ્યું કે આ મામલામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની વિરૂધ્ધ સામૂહિક બળાત્કાર સહિત ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત કલમો અને યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ કાનુન હેઠળ મામલો દાખલ કર્યો છે.તેમણે કહ્યું કે મેડિકલ તપાસમાં પીડિતાની સાથે સામૂહિક બળાત્કારની પુષ્ટી થઇ છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button