મુંબઇ ફેબ્રુઆરીના અંત સુધી પુરી રીતે અનબ્લોક થઇ જશે .મેયર

મુંબઇમાં કોરોના વાયરસના ઓછા થતા મામલાને જાેતા સમગ્ર શહેરને ફેબ્રુઆરીના અંત સુધી અનબ્લોક કરી દેવામાં આવશે.મુંબઇના મેયર કિશોરી પેડનેકરે આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે કોરોનાથી પ્રતિબંધિત દેશની આર્થિક રાજધાની મુંબઇ આ મહીનાના અંત સુધી પુરી રીતે ખુલી જશે.તેમણે કહ્યું કે મુંબઇને પુરી રીતે ખોલવા માટે અમે અમારૂ મન બનાવી લીધુ છે પરંતુ લોકો માટે માસ્ક પહેરવું અને સોશલ ડસ્ટિસિંગનું પાલન કરવું જરૂરી છે.
શહેરમાં કોરોના વાયરસના મામલામાં ધીરે ધીરે આવી રહેલ કમીને જાેતા પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી રહી છે.એક ફેબ્રુઆરીએ પ્રશાસને નાઇટ કરફયુને હટાલી લીધો અને રેસ્ટોરેંટ અને થિયેટરને ૫૦ ટકા ક્ષમતાની સાથે સંચાલિત કરવાની મંજુરી આપી છે,દરિયા કિનારે ઉદ્યાનો અને પાર્કોને પણ ૫૦ ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજુરી આપી છે.
પ્રશાસને સમાન ક્ષમતા સીમાઓવાળા સ્વિમિંગ પુલ અને વોટર પાર્કની પણ મંજુરી આપી હતી સંશોધિત આદેશમાં કહેવામાં આવ્યું છે. સ્થાનીક પર્યટન સ્થળ અને સાપ્તાહિક બજાર સામાન્ય સમય અનુસાર ખુલ્લા રહેશે જાે કે પ્રશાસને કહ્યું કે તમામ સ્થાનો પર રાજય સરકાર તરફથી નિર્ધારિત કોવિડ ઉપયુક્ત વ્યવહાર અને અન્ય નિયમોનું કડક પાલન કરવું પડશે