રાજકારણ

હરિયાણામાં હવે ૬૦ વર્ષ થવા પર અરજી વિના પેંશન મળશે

હરિયાણા સરકારે રાજયના વૃધ્ધોને એક મોટી રાહત આપતા અરજી વિના જ પેંશનનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે રાજયમાં જે કોઇ પતિ પત્નીની આવક ૨ લાખથી ઓછી છે અને તેમની ઉમર ૬૦ વર્ષ થઇ ગઇ છે.તેમને પેંશન કોઇ અરજી કર્યા વિના શરૂ થઇ જશે.જાે કે જેમની આવક બે લાખથી વધુ છે તેમના પર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી
મળતી માહિતી અનુસાર હરિયાણામાં ગત સાત વર્ષમાં ફકત સામાજિક પેંશનમાં વધારો થયો છે એટલું જ નહીં પેંશન ભોગીઓની સંખ્યા પણ ૨૦૧૫ની સરખામણીમાં બેગણી થઇ ગઇ છે.વર્ષ ૨૦૧૫માં ૧૫,૫૫,૪૪૦ લાભાર્થીઓને એક હજાર રૂપિયા પ્રતિ મહીને આપવામાં આવતી હતી અને જયારે આજે લાભાર્થીઓની સંખ્યા ૨૮,૫૭,૫૨૯ થઇ ગઇ છે.અને પેંશન રકમ એક હજારથી વધારી ૨૫૦૦ હજાર રૂપિયા પ્રતિ મહીનો કરી દેવામાં આવી છે.
એ યાદ રહે કે હરિયાણામાં સામાજિક પેંશનમાં સમયે સમયે વધારો થતો રહે છે.ગત સાત વર્ષમાં અહીં સામાજિક પેંશનમાં બેગણો વધારો કરવામાં આવ્યો હતો.વર્ષ ૨૦૧૩-૧૪માં જયાં ૧૦૦૦ રૂપિયા પેંશન મળતું હતું જે વર્ષ ૨૦૨૦-૨૧માં વધારી ૨૫૦૦ રૂપિયા કરી દેવામાં આવી
હરિયાણામાં વર્તમાનમાં વૃધ્ધોને ૨૫૦૦ રૂપિયા પેંશન આપવામાં આવી રહ્યું છે જાે કે અન્ય રાજયોની સરખામણીમાં ખુબ વધુ છે હરિયાણાની અપેક્ષા કોંગ્રેસ શાસિત પંજાબમાં વૃધ્ધોને ફકત ૧૫૦૦ રૂપિયા પેંશન મળે છે અને દિલ્હીમાં વૃધ્ધોને લગભગ ૨૦૦૦ રૂપિયા પેંશન તરીકે મળે છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button