મહિલા બિકિની પહેરે, ઘુંઘટ કરે, જીન્સ પહેરે કે હિજાબ એ એનો અધિકારઃ પ્રિયંકા ગાંધી

કર્ણાટકના ઉડુપીમાં જે રીતે કૉલેજમાં હિજાબ પહેરવા પર છાત્રાઓને ક્લાસમાં આવવાથી રોકવામાં આવી ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ગયો. એક તરફ જ્યાં છાત્રાઓ હિજાબ પહેરવાને લઈને કૉલેજ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે ત્યાં બીજી તરફ અમુક છાત્રો ભગવો ગમછો પહેરીને હિજાબનો વિરોધ કરી રહ્યા છે અને જય શ્રીરામના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટિ્વટ કરીને સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરીને લખ્યુ કે કોઈ બિકિની પહેરે, ઘૂંઘટ કરે કે પછી જીન્સ પહેરે કે હિજાબ પહેરે એ મહિલાનો અધિકાર છે કે તે જાતે ર્નિણય કરે કે તે શું પહેરવા માંગે છે. આપણા દેશના બંધારણે આ ગેરેન્ટી આપી છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ હેશ ટેગ ‘લડકી હુ, લડ શકતી હુ’ લખ્યુ. નોંધનીય વાત એ છે કે આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં છે અને કોર્ટે મંગળવારે આ કેસની સુનાવણી કરીને કહ્યુ કે અમે ભાવનાઓ અને જૂનુન પર ચુકાદો નહિ આપીએ. દેશનુ બંધારણ જ અમારા માટે ભગવત ગીતા છે.
વાસ્તવમાં કર્ણાટકની અમુક કૉલેજાેમાં હિજાબ માટે પ્રદર્શન શરુ થયુ જેને લઈને મોટો વિવાદ ઉભો થઈ ગયો. ઘણી જગ્યાએ પત્થરબાજીની ઘટનાઓ પણ સામે આવી. આ મામલે એક વાર ફરીથી કોર્ટમાં સુનાવણી થશે. મુસ્લિમ છાત્રાઓ માંગ કરી રહી છે કે તેમને ક્લાસની અંદર હિજાબ પહેરવાની અનુમતિ આપવામાં આવે. છાત્રોનુ કહેવુ છે કે આ માત્ર એક કપડાનો ટૂકડો નથી. અમે આને બાળપણથી પહેરતા આવ્યા છીએ. વળી, છાત્રાઓના આ આંદોલનને કોંગ્રેસ પોતાનુ સમર્થન આપી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્રારમૈયા, રાહુલ ગાંધી, શશિ થરુરે પણ છાત્રાઓનુ સમર્થન કર્યુ. આ પહેલા રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને લખ્યુ હતુ કે છાત્રાઓના શિક્ષણની વચમાં હિજાબને લાવીને આપણે તેમના ભવિષ્યને ખરાબ કરી રહ્યા છે. આનાથી ભારતની દીકરીઓનુ ભવિષ્ય જાેખમમાં પડશે. મા સરસ્વતી આપણને સહુને જ્ઞાન આપે. તે આપણામાં ભેદભાવ નથી કરતા. આ સમગ્ર વિવાદનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં જાેઈ શકાય છે કે બુરખામાં એક છાત્રાને અમુક યુવકો ઘેરી લે છે અને તેનો વિરોધ કરે છે અને જય શ્રી રામના નારા લગાવે છે. જ્યારે છાત્રા અલ્લાહુ અકબર કહે છે.