દેશ દુનિયા
રાજસ્થાનમાં વિશ્વનો સૌથી મહાકાય ઘંટ નાદ કરશે !

અહીં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. અહીં દુનિયાનો સૌથી મોટો ઘંટ લગાવવાની તૈયારી થઈ રહી છે. આ ઘંટનું વજન અધધધ… ૫૭ હજાર કિલો છે અને તેનો વ્યાસ ૮.૫ મીટરનો છે. દુનિયાનો આ સૌથી ભારે ઘંટ વાગશે ત્યારે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાશે. આ ઘંટનો નજારો અને અવાજ ખુબ જ અદ્ભૂત થશે.
આ મહાકાય ઘંટ કોટામાં ચંબલ રિવર ફ્રન્ટ પર લગાવવામાં આવશે. હાલ વિશ્વમાં બે મોટા ઘંટ છે-એક ચીનમાં અને બીજાે રશિયાના મોસ્કોમાં. ખાસ બાબત એ છે કે ચીનનો ઘંટ ટૂકડામાંથી બન્યો છે જેને ટાંગતી વખતે એક ટૂકડો તૂટી ગયો હતો ત્યારે તેને રિપેર કરવાને બદલે જેમનો તેમ ટાંગી દેવાયો હતો. જ્યારે કોટામાં બનેલા મહાકાય ઘંટ ટૂકડામાં નહીં, સિંગલ પીસમાંથી બન્યો છે. ગોલ્ડન કલરના આ ઘંટની લંબાઈ ૯.૨૫ મીટર છે. આ ઘંટ બનાવવા માટે ચંબલ રિવર ફ્રન્ટ પર અસ્થાયી ફેકટરી પણ ઉભી કરાઈ હતી.