ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત, શાળાની બહારથી ઉપાડી જઈ વિધર્મી યુવકોએ દુષ્કર્મ આચર્યું
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા. ગુજરાતમાં દિકરીઓ સલામત હોવાની વાતો પોકળ સાબિત થઇ છે. ત્યારે ફરી એકવાર ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત થઈ હોવાનું સામે આવ્યું છે. અહીં ધોરણ-૯માં ભણતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં ૨ વિધર્મી યુવાનો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની સમગ્ર શહેરમાં ચર્ચા થવા લાગી હતી.
આ મામલે મળતી માહિતી અનુસાર, ભચાઉમાં મંગળવારે સવારે ૯માં ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા શાળાએ ગઈ હતી. જ્યાં સવારના ૧૧ વાગ્યાની આસપાસ ૨ વિધર્મી યુવાનોએ સગીરાની શાળાથી બહાર આવતા જ તેનું અપહરણ કરી લીધું હતું અને તેને માનસરોવર રેલ્વે ટ્રેક પાસે લઇ ગયા હતા. જ્યાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
શાળાએથી ઘરે પરતના આવતા પરિવારજનોએ સગીરાની ધવા નીકળ્યા હતા પરંતુ તે મળી ન હતી. બાદમાં સાંજે ૫ વાગ્યે વિધર્મી યુવાનો સગીરાને પરત છોડી નાસી ગયા હતા. જે બાદ સગીરાએ તેના પરિજનોને પોતાની આપવીતી સંભળાવતા પરિવાર પોલીસ મથકે પહોચ્યો હતો અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.