રણબીર કપૂર અને આલિયા એપ્રિલમાં લગ્ન કરે તેવી શક્યતા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન લાંબા સમયથી ચર્ચામાં છે. બન્ને જણા લગભગ બે વરસથી ડેટ કરીરહ્યા છે. હવે તેમના લગ્નની ચર્ચાએ ફરી જાેર પકડયું છે. તેઓ આ વરસના એપ્રિલ મહિનામાં લગ્ન કરે તેવી શક્યતા છે. કહેવાય છે કે, આલિયા અને રણબીરના પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યા છે. ગયા વરસે એટલે કે સાલ ૨૦૨૧માં જ તેમના લગ્ન થવાના હતા, પરંતુ કોઇ કારણોસર પોસ્ટપોન કરવામાં આવ્યા હતા.
સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, રણબીર-આલિયા ના પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યા છે. તેમનું મનગમતું સ્થળ રણથંભોર છે. તેઓ વેકેશન માટે ત્યાં જતા હોય છે. પરંતુ અન્ય એક રિપોર્ટના અનુસાર, રણબીર અને આલિયા કોઇ અન્ય શહેરમાં જ નહીં પરંતુ મુંબઇમાં જ લગ્ન કરવાના છે. થોડા સમય પહેલા તો એવી પણ વાત હતી કે તેમણે મુંબઇની એક સેવન સ્ટાર હોટલને બુક પણ કરી લીધી છે.
તેમના લગ્નમાં ફક્ત પરિવારજનો અને અંગત મિત્રો જ હશે. જાેકે તેમના લગ્નની વારંવાર અફવા ચગી હોવાથી આ વખતે પણ તે અફવા સાબિત થઇ શકે છે.