નાણાંમંત્રી ર્નિમલા સીતારામણના બજેટથી નાના ઉદ્યોગોને અસંતોષ

નાના ઉદ્યોગો માટે બનાવવામાં આવતી વસાહતોમાં પૂરતી માળખાકીય સુવિધા અને વાજબી દરથી ધિરાણ આપવા માટેની નક્કર જાેગવાઈ ર્નિમલા સીતારામને રજૂ કરેલા બજેટમાં કરવામાં આવી જ ન હોવાની ફરિયાદ નાના અને મધ્યમ ઉદ્યોગોના ફેડરેશન તરફથી કરવામાં આવી છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને વાજબી દરે સમયસર ધિરાણ ન મળતા હોવાથી તેમના વિકાસને વેગ મળતો નથી. તેમને મોંઘા વ્યાજ દરે ધિરાણ લેવાની ફરજ પડે છે.
નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને બજેટના માધ્યમથી રાહત આપવાના કરવામાં આવેલા પ્રયાસો પૂરતા નથી.,એમ ઑલ ઇન્ડિયા એમ.એસ.એમ.ઈ. ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલનું કહેવું છે. ઔદ્યોગિક વસાહતો નવી થતી નથી. તેમ જ વસાહતો તૈયાર થયા પછી તેમાં માળખાકીય સુવિધાઓ સમયસર અપાતી નથી. બીજીતરફ ડીલે પેમેન્ટ એટલે કે નાની સપ્લાયર કંપનીઓને પેમેન્ટ આપવામાં મોટી કોર્પોરેટ્સ દ્વારા અપનાવવામાં આવી રહેલી વિલંબ નીતિને નિયંત્રણમાં લેવા માટે સરકારે કાયદો કર્યો છે, પરંતુ તેનો જડબેસલાક અમલ થાય તેવી કોઈ જ જાેગવાઈ કરી નથી.
નાના ઔદ્યોગિક એકમોને ધિરાણ આપવાની બાબતમાં બ્રાન્ચ મેનેજરો મનસ્વી ર્નિણયો લઈન ેનાના ઉદ્યોગોની આર્થિક ભીંસ વધારવાનુ ંજ કામ કરે છે. આ સંજાેગોમાં લોન કોને આપવી અને કોને ન આપવી તે અંગેના ધોરણો સ્પષ્ટ અને નિશ્ચિત કરી દેવા જરૃરી છે. નાના ઔદ્યોગિક એકમોને સરકારી નાણાં કીય સંસ્થાઓ તરફથી યોગ્ય પ્રતિભાવ પણ મળતો નથી. તેથી નાના ઉદ્યોગોને કમને પણ ખાનગી બેન્કો અને સહકારી બૅન્કોને સહારે જવું પડે છે. તેમ જ નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી ઊંચા વ્યાજદરે ધિરાણ લેવું પડે છે.
વુમેન આન્ત્રેપ્રેન્યોરના કિસ્સામાં ક્રેડિટ ગેરન્ટી ફંડમાંથી કોઈપણ જાતની ગેરન્ટી વિના ધિરાણ મળે તેવી વ્યવસ્થા પણ હજી સુધી નક્કર પાયા પર ઊભી કરવામાં આવી નથી. કોટેજ-કુટિર ઉદ્યોગમાં, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો સ્થાપતી મહિલાઓને રોજગારી મળે તે માટે પગલાં લેવાવા જરૃરી છે. સરકાર દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ આપવા માટે અલગ બ્રાન્ચ બનાવવામાં આવે તો નાના અને મધ્યમ ઉદ્યોગોને જુદી જુદી યોજનાની જાણકારી ઉપરાંત ધિરાણ મેળવવામાં સરળતા થશે.