ક્રાઇમ

ઈલેક્ટ્રોથર્મના શૈલેષ ભંડારીની વધુ એક કેસમાં ધરપકડ

રૂ.૬૫૦ કરોડના બેંકો સાથે છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા ઈલેક્ટ્રોથર્મના ડાયરેક્ટર શૈલેષ ભંડારીના વિવિધ ઠેકાણાં પર જાન્યુઆરી મહિનામાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન વિદેશી દારૂની ૪૬ બોટલ અને રૂ. ૭૩,૫૦૦ની નવેમ્બર ૨૦૧૬માં રદ્દ થઈ ગયેલ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જુની ચલણની નોટો મળી આવી હતી.
આ કાર્યવાહીમાં વસ્ત્રાપુર પોલિસીએ ભંડારીની અટકાયત કરી છે. પોલિસ ફરિયાદ અનુસાર ભંડારી અને તેના પુત્ર સુરજ ભંડારી પાસે રાજ્ય સરકારની પરમિટ વગર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બિયરના કેન પણ મળી આવ્યા હતા. ભંડારી એક અલગ કેસમાં એક વર્ષથી જેલમાં હતો.
૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સીબીઆઈએ રેડ દરમિયાન દારૂની બોટલ મળી આવતા અમદાવદ શહેરની વસ્ત્રાપુર પોલિસને જાણ કરી હતી. સીબીઆઈએ વસ્ત્રાપુર પોલિસને બોલાવીને જપ્ત કરેલ દારૂની બોટલોમાંથી ૪૧ બોટલ પેક હતી અને ૫ બોટલ ખુલેલી મળી આવી હતી, જેની બંનેની કિંમત અનુક્રમે રૂ.૧,૮૧,૦૨૧ અને ૯૬૭૦ રૂપિયા છે.
સીબીઆઈએ બેંક કૌભાંડમાં ભંડારીના નિવાસસ્થાન જયંતિલાલ પાર્ક બોપલ-આંબલી રોડ ખાતે આવેલ નિવાસસ્થાને બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય બેંકોને રૂ. ૬૩૨ કરોડની લોન પરત ન કરતા દરોડા પણ પાડ્યાં હતા. કંપનીના એમડી ભંડારીએ બેંકો પાસેથી ઈલેક્ટ્રોથર્મના નામે પૈસા લઈને વ્યકતિગત રોકાણ ધરાવતી અન્ય કંપનીઓમાં રોકાણ કરીને બેંકો સાથે છેતરપિંડી આદરી છે.
ભંડારી ગુજરાતના એક સમયના ટોચના ઉદ્યોગપતિઓ કહેવાતા હતા અને ગત દાયકાના અંતિમ ભાગમાં એક બાદ એક બહાર આવેલ બેંક ફ્રોડ કેસમાં ભંડારીઓનું કૌભાંડ પણ બહાર આવ્યું હતુ.
ઈલેકટ્રોથર્મના પૈસાની ઉચાપતની જાણ થતા શૈલેષના મોટા ભાઈ મુકેશ ભંડારીએ સાંતેજ પોલિસ સ્ટેશનમાં ૨૦૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ એક દિવસ શૈલેષ અને ૨૫ મિત્રોએ ઈલેક્ટ્રોથર્મની ફેક્ટરીની બહાર હોબાળો કર્યો હતો અને ચોકીદારો સાથે ગાળાગાળી કરી રહ્યાંની ફરિયાદ કંપની કર્મચારીઓએ મુકેશ ભંડારીને કરતા તેમણે પોલિસ બોલાવી હતી.
પોલિસ ફરિયાદ અનુસાર શૈલેષના હાથમાં પિસ્તોલ હતી અને મુકેશની ફરિયાદને આધારે પોલિસે તેમની આ મામલે ધરપકડ પણ કરી હતી.આ સિવાય બેંક ફ્રોડના મુખ્ય કેસમાં શૈલેષ ભંડારી હાલ જામીન પર હતા પરંતુ વિદેશી દારૂ જપ્તીના કેસમાં ભંડારીની ફરી ધરપકડ કરવામાં આવી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button