મનોરંજન

ભારતની ‘રાઈટીંગ વિથ ફાયર’ ઓસ્કાર ૨૦૨૨ માટે નોમિનેટ થઈ, શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીમાં મળ્યું સ્થાન

ભારતની ડોક્યુમેન્ટ્રી ‘રાઈટીંગ વિથ ફાયર’ એ ૯૪મા ઓસ્કાર એવોર્ડ્‌સ (ઓસ્કાર ૨૦૨૨)ની અંતિમ નામાંકન યાદીમાં સ્થાન મેળવ્યું છે. ટ્રેસી એલિસ રોસ અને લેસ્લી જાેર્ડને મંગળવારે સાંજે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના ટિ્‌વટર એકાઉન્ટ પર નામાંકનની જાહેરાત કરી હતી.
રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા દિગ્દર્શિત, ‘રાઈટીંગ વિથ ફાયર’ દલિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા ભારતનું એકમાત્ર અખબાર ‘ખબર લહરિયા’ના ઉદયની વાર્તા કહે છે. આ ડોક્યુમેન્ટરીમાં દલિત મહિલાઓના એક જૂથની વાર્તા છે, જેમણે તેમની મુખ્ય સંવાદદાતા મીરાની આગેવાની હેઠળ, અખબારને સુસંગત રાખવાના ઉદ્દેશ્યથી પ્રિન્ટમાંથી ડિજિટલ પર લાવ્યા. ઓસ્કાર એવોર્ડ સમારોહ ૨૭ માર્ચે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. આ ડોક્યુમેન્ટ્રીના કો-ડિરેક્ટર ઘોષે કહ્યું, ‘અમે ખૂબ ખુશ છીએ. અમારા માટે અને ભારતીય સિનેમા માટે આ એક મોટી ક્ષણ છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button