ક્રાઇમ

વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કયા

વડોદરાના નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપમાં આખરે યુવતી સાથે ખરાબ કૃત્ય કરનાર બંને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે દુષ્કર્મના બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ટુંક સમયમાં દુષ્કર્મના બંને આરોપીને સજા સંભળાવવામાં આવશે. આજની સુનાવણીમાં આરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકીને પોસકોની કલમ ૬/૧ મુજબ આરોપીઓને દોષિત ઠેરવાયા છે. આ ૬/૧ની કલમમાં ફાંસીની સજાની જાેગવાઈ છે. ખાસ સરકારી વકીલે બંને નરાધમોને ફાંસી આપવા માંગ કરી છે. બંનેને આઇપીસી ની કલમ મુજબ ગેંગરેપમાં પણ દોષિત ઠેરવાયા છે.
૨૮ નવેમ્બર ૨૦૧૯ના દિવેસ યુવતી પર દુષ્કર્મ થયું હતું. બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ આજે વર્ચ્યુઅલ ચુકાદો આપ્યો હતો. મંગેતર સાથે ફરવા ગયેલી યુવતીને ઝાડી-ઝાંખરામાં ઢસડી જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. લાંબો સમય વડોદરા પોલીસ આ કેસમા તપાસ કરી રહી હતી, પણ કંઈ હાથ લાગ્યુ ન હતુ. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડીને વડોદરા પોલીસના હવાલે કર્યા હતા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી આરોપીઓને ફાંસીની સજા આપવા લેખિતમાં રજુઆત કરી હતી. બંને પક્ષે તમામ દલીલો પૂર્ણ થઈ છે ત્યારે આજે સ્પોશિયલ કોર્ટના ન્યાયધિશ આરટી પંચાલે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.
૨૭ નવેમ્બરના રોજ ૧૪ વર્ષની સગીરા પર બંને નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા તેના મંગેતરને મળવા માટે નવખલી પાસે આવી હતી. બંને આરોપીઓ વડોદરા આવીને ફુગ્ગો વેચવાનું કામ કરતા હતા. બંને એક વર્ષથી ઝૂંપડુ બાંધીને રહેતા હતા. પરંતુ તેમ છતાં બંને પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. ફુગ્ગા વેચતા કિશન પાસે ગેંગરેપ સમયે ૨ મોબાઇલ હતાં. જે પૈકી સાદો મોબાઇલ પોલીસે કબજે કર્યો છે જ્યારે એક એન્ડરોઇડ મોબાઇલ શોધવા પોલીસે તેના ફૂટપાથના રહેઠાણે તપાસ કરી હતી. એનરોઇડ મોબાઇલમાં તે પોર્ન ફિલ્મ જાેતો હોવાનો ખુલાસો થયો હતો

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button