મહારાષ્ટ્ર સરકારની નવી દારૂ નીતિ સામે અન્ના હજારે ૧૪ ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર ઉતરશે

દેશના જાણીતા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને કડક શબ્દોમાં કહ્યું છે કે તેમને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની નવી દારૂની નીતિ બિલકુલ પસંદ નથી આવી. અણ્ણા હજારેએ તેની સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે. અન્નાએ કહ્યું છે કે સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સ દ્વારા દારૂ વેચવાના મહારાષ્ટ્ર સરકારના ર્નિણય સામે તેઓ ૧૪ ફેબ્રુઆરીથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર જશે.
મહારાષ્ટ્ર સરકારની નવી દારૂ નીતિ હેઠળ હવે રાજ્યમાં સુપરમાર્કેટ અને આસપાસની દુકાનોમાં દારૂ વેચી શકાશે. મહારાષ્ટ્રમાં રાજ્ય કેબિનેટે ૨૭ જાન્યુઆરીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ નવી નીતિ અંગે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંદિરો અથવા શૈક્ષણિક સંસ્થાઓની નજીક તેના વેચાણની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ અંગે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું હતું કે ફળ આધારિત વાઈનરીનું વેચાણ વધારવા માટે તેને ૧૦ વર્ષ માટે જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. સરકારની આ નીતિથી ખેડૂતોને ફાયદો થશે અને વાઈનરીની બ્રાન્ડને પ્રમોટ કરવામાં પણ મદદ મળશે.
આ સિવાય જે જિલ્લાઓમાં દારૂબંધી લાગુ છે ત્યાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. સુપરમાર્કેટને દારૂના વેચાણ માટે ૫,૦૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે.” ભાજપ મહારાષ્ટ્રની નવી દારૂ નીતિ પર પ્રહારો કરી રહી છે. ભાજપ કહે છે કે રાજ્યમાં દારૂની દુકાનો વધી રહી છે. આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે માત્ર ભાજપના લોકો કહે છે કે દારૂ દવા છે