રાજકારણ

રાહુલ ગાંધીને ધારાસભ્યોએ કહ્યું કોંગ્રેસ અલગ અલગ જુથોમાં વિભાજીત થઇ છ

ઝારખંજમાં પૂર્વ પ્રદેશ પ્રભારી આરપીએન સિંહના ભાજપમાં સામેલ થયા બાદથી પાર્ટીમાં ઉહાપોહની સ્થિતિ છે.પાર્ટીએ અવિનાશ પાંડેયને નવા પ્રદેશ પ્રભારી બનાવ્યા છે જાેકે ત્યારબાદ પણ પાર્ટીની અંદર અલગ અલગ જુથ ચાલી રહ્યાં છે આવામાં કોંગ્રેસના ધારાસભ્યોની એક ટીમ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યું હતું.આ દરમિયાન લગભગ બે કલાક સુધી ધારાસભ્યોની રજુઆત રાહુલ ગાંધીએ સાંભળી હતી બેઠકમાં ઝારખંડના ૧૭ ધારાસભ્યો સહિત ૩૩ લોકો સામેલ હતાં.
હકીકતમાં આરપીએન સિંહના ભાજપમાં સામેલ થયા બાદથી અટકળો કરવામાં આવી રહી છે કે તેમના જુથના અન્ય ધારાસભ્ય પણ પાર્ટી છોડી શકે છે.આવામાં કોંગ્રેસ પહેલાથી જ સતર્ક થઇ ગઇ છે અને રાજય સંગઠનની નારાજગી દુર કરવા માટે વાતચીતનો માર્ગ અપનાવી રહી છે.પાર્ટીએ સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રદેશ કોંગ્રેસના નવા પ્રભારી પસંદ કરવામાં પણ સમય લગાવ્યો નથી
આ દરમિયાન થયેલ ચર્ચામાં કોંગ્રેસ ધારાસભ્યોએ પાર્ટી નેતૃત્વની સામે રાજય સરકારમાં પુરી ભાગીદારીનો મુદ્દો ઉઠઆવ્યો અને કહ્યું કે પાર્ટીને મજબુત બનાવી રાખવા માટે સંગઠન અને સરકારની વચ્ચે સારૂ તાલમેલ હોવું જાેઇએ પરંતુ પાર્ટી આ સમયે અલગ અલગ જુથોમાં વહેંચાયેલી છે આવામાં સંગઠનને મજબુત બનાવવા માટે બધાની જવાબદારી નક્કી કરવી જરૂરી છે.
રાહુલ ગાંધીની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે આરપીએન સિંહના કાર્યકાળમાં પાર્ટીની અંદર ઉઠનારા અવાજને દબાવી દેવામાં આવતી હતી તેમની વાતને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવતી ન હતી આથી નેતાઓમાં નારાજગી પેદા થઇ ગઇ જેને હવે દુર કરવાની જરૂરત છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button