પહેલવાન ધ ગ્રેટ ખલી ભાજપમાં સામેલ, રાષ્ટ્ર પ્રત્યે પીએમ મોદીના કામની પ્રશંસા કરી

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટના પ્રખ્યાત પહેલવાન ધ ગ્રેટ ખલી ઉર્ફે દિલીપ સિંહ રાણા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. તેમણે રાજધાની દિલ્હીમાં ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. આ દરમિયાન ખલીએ જણાવ્યું કે તેમણે ભાજપાની રાષ્ટ્રીય નીતિથી પ્રભાવિત થઇને પાર્ટીમાં સામેલ થવાનો ર્નિણય કર્યો છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
ખલીએ જણાવ્યું કે ભાજપામાં સામેલ થઇને ખુશ છું. મને લાગે છે કે રાષ્ટ્ર માટે પીએમ મોદીનું કામ તેમને યોગ્ય પ્રધાનમંત્રી બનાવે છે. જેથી મને લાગ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે તેમના શાસનનો ભાગ કેમ ના બનવામાં આવે. મેં ભાજપાની રાષ્ટ્રીય નીતિથી પ્રભાવિત બનીને બીજેપી જાેઇન કરી છે. ખલી ગુરુવારે દિલ્હી સ્થિત ભાજપા મુખ્યાલય પહોંચ્યા હતા અને એક કાર્યક્રમમાં કેસરિયો ધારણ કર્યો હતો.
ભાજપા નેતા જીતેન્દ્ર સિંહે કહ્યું કે ધ ગ્રેટ ખલીના જાેડાવવાથી આ દેશના યુવાઓની સાથે અન્ય લોકો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત હશે. ૪૯ વર્ષના ખલી વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમને ઉઉઈ ના હોલ હોમ ફેમ ક્લાસ ઓફ ૨૦૨૧માં સામેલ કરવામાં આવ્યા હતા. ૭ ફૂટ ૧ ઇંચનો ખલી પોતાની લંબાઇના કારણે ઘણો ચર્ચામાં રહ્યો હતો. તેમણે ડબ્લ્યુડબ્લ્યુઇ કારકિર્દીની શરૂઆત ૨૦૦૬માં કરી હતી.
પ્રોફેશનલ રેસલર તરીકે ખલીએ ડબ્લ્યુડબ્લ્યુઇના ઘણા મહાન પહેલવાનો સાથે મુકાબલો કર્યો છે. આ સિવાય મૈકગ્રુબર, ગેટ સ્માર્ટ, ધ લોન્ગેસ્ટ યાર્ડ જેવી હોલિવૂડ ફિલ્મોમાં પણ જાેવા મળ્યો હતો. સાથે રિયાલિટી