શરદ પવાર તપાસ પેનલની સામે સાક્ષી તરીકે હાજર રહે તેવી સંભાવના

એનસીપીના વડા શરદ પવારને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.કહેવાય છે કે કોરેગાંવ ભીમા ઇકવાયરી કમીશનેે શરદ પવારને ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યુું છે.આ દરમિયાન તેમને જાન્યુઆરી ૨૦૧૮માં મહારાષ્ટ્રના પુણેના વાર મેમોરિયલમાં થયેલ હિંસાના સંબંધમાં પુરાવા રેકોર્ડ કરવા માટે આવશે.આ પહેલા પેનલે પવાને ૨૦૨૦માં પણ સમન્સ પાઠવ્યું હતું જાે કે તેઓ કોરોના અને લોકડાઉનના કારણે પેનલની સામે હાજર થયા ન હતાં.
શરદ પવાર ઉપરાંત કમીશન પુણે ગ્રામીણના પોલીસ અધીક્ષક સુવેજ હક,એડિશનલ એસપી સંદીપ પખાલે અને પુણેના એડિશનલ કમિશ્નર રવિંદ્ર સેંગાંવકરના પણ નિવેદન નોંધશે તેના માટે પેનલે ૨૧થી ૨૫ ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો છે.ન્યાયિક કમીશનના વકીલ આશીષ સતપુતેએ તેની માહિતી આપી હતી.
બે સભ્યોવાળી તપાસ કમીશનમાં કોલકતા હાઇકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયમૂર્તિ જે એન પટેલ અને મહારાષ્ટ્રના પૂર્વ વડા સેક્રેટરી સુમિત મુલ્લિક સામેલ છે.તેમના દ્વારા મામલાની તપાસ આગળ વધી રહી છે.
એ યાદ રહે કે દલિત વિચારક આ દિવસે જાતિવાદ પર જીતનું પ્રતિક માને છે કોરેગાંવ ભીમામાં ૧ જાન્યુઆરી ૧૮૧૮ના રોજ પેશવાની સેનાના અંગ્રેજાેની સેનાથી યુધ્ધ થયું હતું.પેશવાની સેનાએ બ્રાહ્મણોની સેના માનવામાં આવતી હતી જયારે અંગ્રેજાે તરફથી લડનાર મોટાભાગના સૈનિક દલિત મહાર સમાજના હતાં આ યુધ્ધમાં અંગ્રેજાેની જીત થઇ જેથી મહાર સમાજ જાતિવાદ પર જીત માને છે જાે કે કેટલાક દક્ષિણપંથી પક્ષોએ આ આયોજનનો વિરોધ કર્યો હતો આ કારણે જ હિંસા ભડકી હતી આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું અને ૧૦ પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોને ઇજા થઇ હતી.
પુણે પોલીસે આરોપ લગાવ્યો હતો કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પુણેમાં આયોજિત અલ્ગાર પરિષદ સંમેલનમાં ઉશ્કેરણીજનક ભાષણોના કારણે ગોરેગાંવ ભીમાની આસપાસ હિંસાની ઘટના થઇ હતી પોલીસ અનુસાર અલ્ગાર પરિષદ કોન્કલેવના આયોજકોના માઓવાદીઓથી સંબંધ હતાં એનસીપી નેતાએ આઠ ઓકટોબર ૨૦૧૮ના રોજ પંચની સમક્ષ એક સોગંદનામુ પણ દાખલ કર્યું હતું.