મનોરંજન

આલિયા ભટ્ટની આગામી ફિલ્મના કરાર ઓટીટી પ્લેટફોર્મ પર રૂપિયા ૮૦ કરોડમાં થયા

આલિયા ભટ્ટ ફિલ્મ ડાર્લિંગ દ્વારા નિર્માત્રી બની રહી છે. આ ફિલ્મને આલિયા ભટ્ટના પ્રોડકશન હાઉસ અને શાહરૂખ ખાનનું રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે પ્રોડયુસ કરી છે. આલિયા આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રજુ કરવાની છે. આલિયાએ આ ફિલ્મના કરાર ઓટીટી પ્લેટફોર્મના નેટફ્લિક્સ સાથે રૂપિયા ૮૦ કરોડમાં કર્યા હોવાનું કહેવાય છે.
ફિલ્મ ડાર્લિંગ એક ડાર્ક કોમેડી છે અને નિર્માતાને લાગે છે કે, આ ફિલ્મ ઓટીટી દ્વારા પોતાના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકશે.આ ફિલ્મ મા-દીકરીના સંબંધો પર આધારિત છે. જેમાં શેફાલી શાહ ફિલ્મમાં આલિયાની માતાના રોલમાં જાેવા મળશે.ફિલ્મ ડાર્લિંગમાં આલિયા ભટ્ટ, શેફાલી શાહ,રોશન મૈથ્યુ અને વિજય વર્મા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button