મનોરંજન

અભિનેતા અમોલ પાલેકર પુણેની હોસ્પિટલમાં દાખલ

૧૯૭૦ અને ૮૦ ના દાયકામાં સમાંતર અને અર્થપૂર્ણ સિનેમાના હીરો તરીકે પોતાને સ્થાપિત કરનાર અભિનેતા અમોલ પાલેકર તબિયત ખરાબ હોવાને કારણે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. અમોલ પાલેકરના ૭૭ વર્ષીય પત્ની સંધ્યા ગોખલેએ અમોલ પાલેકરના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, “અમોલ પાલેકરની તબિયત અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. તેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. અને તેમની તબિયત પહેલા કરતા ઘણી સારી છે.”
સુત્રોના જણાવ્યા અનુસાર અમુલ પાલેકર એક લાંબી માંદગીમાં સપડાયાછે. વધુ પડતા ધૂમ્રપાનને કારણે તે ૧૦ વર્ષ પહેલાં પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પણ હવે તેમની તબિયત સારી છે. આ ખુલાસો તેમની પત્નીએ કર્યો હતો અને તેમણે આનાથી વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમોલ પાલેકરે ૭૦ અને ૮૦ના દાયકામાં, રજનીગંધા, છોટી સી બાત, નર્મ ગરમ, ગોલમાલ, ચિચૌર, ભૂમિકા, શ્રીમાન શ્રીમતી, અંકહી, રંગ-બ્રાંગી, ઘરંડા, સાવન, બાતો બાતોં મેં જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. મધ્યમવર્ગીય અભિનેતા તરીકે તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.
અમોલ પાલેકરે બાજીરવાચ બેટા (૧૯૬૯)મરાઠી ફિલ્મ શાંતાતા! કોર્ટ ચાલુ આહે (૧૯૭૧)થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. હિન્દી-મરાઠી ફિલ્મોના અભિનેતા હોવા ઉપરાંત, અમોલ પાલેકર એક અનુભવી થિયેટર કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા તરીકે પણ ઓળખાય છે. તેંમણે ૨૦૦૫માં શાહરૂખ ખાન અને રાની મુખર્જી અભિનીત ફિલ્મ પહેલીનું દિગ્દર્શન પણ કર્યું હતું

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button