મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારત સરકારનું મહત્વનું પગલું, વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ

સરકાર દ્વારા વિદેશમાં તૈયાર થતાં ડ્રોનની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર ડિફેન્સ, સિક્યોરિટી તથા ઇશ્ડ્ઢના હેતુથી જ વિદેશી ડ્રોનની આયાત કરી શકાશે.
મેક ઈન ઈન્ડિયા યોજના અંતર્ગત સ્થાનિક ઉત્પાદકોને પ્રમોટ કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. જાેકે ડ્રોન બનાવવા માટેના અવયવો પહેલાની માફક જ આયાત કરી શકાશે અને તે માટે કોઈ મંજૂરીની જરૂર નહીં પડે.
વિદેશ વેપાર વિભાગના ડીજીએ બુધવારે આ મામલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને તાત્કાલિક અસરથી આ નિયમની અમલાવરી કરવા જણાવ્યું હતું. ૨૦૩૦ સુધીમાં ભારતને ડ્રોન હબ બનાવવા માટે કેન્દ્રીય કેબિનેટે ગત સપ્ટેમ્બર મહિનામાં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ ક્લિયર કરી હતી. આ પીએલઆઈ સ્કીમ ડ્રોન અને ડ્રોનના અવયવોના ઉત્પાદન માટે ૨૦ ટકા સુધીનું ઈન્સેન્ટિવ પૂરૂ પાડે છે.
સરકાર દ્વારા આ યોજના માટે ૧૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે