અમદાવાદઃ ૨૭ કરોડના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ૫ મહિનાથી તૈયાર, સરકારે તૈયારી ન બતાવતા કોંગ્રેસે ઉદ્ઘાટન કરી નાખ્યું

શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પર સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરાયું છે. ૨૭ કરોડના ખર્ચે એએમસીએ અત્યાધુનિક સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કર્યુ છે. પરંતુ કરોડોના ખર્ચે તૈયાર થયેલું સ્પોર્ટ્સ પાર્ક ધૂળ ખાય રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. રિબિન કાપી, શ્રીફળ વધારી ઉદ્ઘાટન કરી દીધું અને ત્યાર બાદ શહેઝાદખાન પઠાણ સાથે આવેલા યુવાનોએ ત્યાં એક્સરસાઇઝ પણ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે, કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરાયું છે. છેલ્લા ૫ મહિનાથી બની ગયું છે પરંતુ ભાજપના વીઆઈપી નેતા પાસે સમય ન હોવાના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાય રહ્યું છે. સરકાર ફિટ ઇન્ડિયાની વાતો કરે છે. ફિટ રહેવા માટે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ પાર્કને ખુલ્લો મુકવાનો સમય નથી. ભાજપના નેતાઓ પાસે સમય ન હોવાથી સ્પોર્ટ્સ પાર્ક ધૂળ ખાય રહ્યું છે અને આજે યુવાનોની લાગણીને ધ્યાને રાખીને ઉદ્ઘાટન કરી દીધું છે.
શહેરના એનઆઇડી પાછળ રિવરફ્રન્ટ પર ૪૫ હજાર ચો.મીટર એરિયામાં સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરાયું છે. જેમાં ઓપન એરિયા ગોર મલ્ટીપલ સ્પોર્ટ્સ તૈયાર કરાયું છે.૪ ક્રિકેટ પિચ,૫ ટેનિસ કોટ,૪ મલ્ટીપલ સ્પોર્ટ્સ કોર્ટ,સ્કેટિંગ રિંગ અને સ્કેટ બોર્ડિંગ, તેમજ ૮૦૦ મીટર જાેગીગ ટ્રેક, ઇન્ટરનલ રોડ અને પર્કિંગની વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યું છે.
૫ મહિનાથી સ્પોર્ટ્સ પાર્ક તૈયાર થઈ ગયું છે.રમતોના આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરાયું છે.જાે કે સ્પોર્ટસ કોમ્પલેક્ષના સંચાલન અને ફીને લઈને ટ્ઠદ્બષ્ઠ દ્વારા હજુ ર્નિણય ન કરાયો નથી.
અમદાવાદ રિવરફ્રન્ટના ઇસ્ટ અને વેસ્ટ બંને સાઈડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. સતા પક્ષ દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવ્યું નથી.પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને તેના સમર્થકો દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે.