વૃઘ્ઘાવસ્થામાં નેતા રાજનીતિ નહીં કરે તો શું કરે. અશોક ગહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જાહેરાત કરી છેકે તે કયારેય રાજનીતિમાંથી સંન્યાસ લેશે નહીં.તેમનું માનવુ છે કે વૃધ્ધાવસ્થામાં નેતા રાજનીતિ ન કરે તો શું કરે.મુખ્યમંત્રીએ આ દરમિયાન એ પણ કહ્યું કે રાજનીતિમાં આવનારા યુવાનોની ગ્રુમિંગ હોવી જાેઇએ મુખ્યમંત્રી અશોક ગહલોતે જયપુરમાં કોનસ્ટિટયુશન કલબ ભવનના શિલાન્યાસ કાર્યક્રમને સંબોધીત કરતા આ વાત કહી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહે છે કે ૭૫ પાર નેતાઓને ધેર બેસાડી દો પરંતુ અમે આવું માનતા નથી અમે તો જયાં સુધી જીવિત રહીશું ત્યાં સુધી રાજનીતિ કરીશું.આથી મારા માટે કોન્સ્ટિટયુશન કલબની વ્યવસ્થા કરી રહ્યો છું વરિષ્ઠ નેતા ગહલોતે આ વખતે સચિન પાયલટનું નામ તો લીધુ નહીં પરંતુ ઇશારા ઇશારામાં તેમના માટે બોલવામાં આવેલ ડાયલોંગને એકવાર ફરીથી દોહરાવ્યો અને કહ્યું કે રાજનીતિમાં જે યુવા આવી રહ્યાં છે તેના માટે અંગ્રેજીમાં ગ્રુમિંગ કહેવામાં આવે છે પરંતુ હું તેને રગડાઇ કહુ છું યુવાન નેતાઓની રગડાઇ જરૂરી છે.
ગહલોતે આ પ્રસંગ પર ભાજપ નેતાઓની પણ ટીકા કરી અને કહ્યું કે કટારિયાજી આવી ગયા છે પરંતુ પુનિયાજી આવ્યા નહીં ઉપ નેતા વિરોધ પક્ષના રાજેન્દ્ર રાઠોડ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને દરેક તરન્નુમમાં ગીત ગાતા આવડે છે.આ વસુંધરાજીના ખાસ હતાં અને તેમના કહેવાથી જ હાઉસિંગ બોર્ડને વસુંધરાજી બંધ કરી રહ્યાં હતાં હકીકતમાં લગભગ ૮૦થી ૧૦૦ કરોડના ખર્ચે આ કલબ હાઉસિંગ બોર્ડ જ બની રહ્યું છે.