મિયાગામ ખાતે આવેલી પાંજરાપોળમાંથી સરકારી સાઇકલનો ધૂળ ખાતો જથ્થો મળી આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો

મિયાગામ ખાતે આવેલી પાંજરાપોળમાંથી સરકારી સાઇકલનો ધૂળ ખાતો જથ્થો મળી આવતાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે
કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલી એક બંધ જૂની પાંજરાપોળના એક ઓરડામાંથી શાળામાં ભણતી સાયકલ મેળવવા પાત્ર બાળાઓને આપવામાં આવતી સાઇકલોનો જથ્થો મળી આવતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા મીડિયાને જાણ કરવામાં અાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો વર્ષ ૨૦૧૫ ની સાલના લખાણ સાથેની સાઇકલો ધૂળ ખાતી પાંજરાપોળમાં પડેલી જોવા મળી હતી.
આ બાબતે કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યુ હતું કે ત્રણ વર્ષ પહેલા સરકાર દ્વારા સાયકલો ફાળવવામાં આવી હતી જે તે વખતે પરિપત્ર અાવ્યો તે સમયે શાળામાં એકપણ કન્યા કે જે સાયકલ મેળવવાને પાત્ર હોય તે શાળામાં અભ્યાસ કરતી ન હતી જે તે સમયે આ બાબતે સંબંધિતોને જાણ પણ કરવામાં આવી હતી અને સાયકલો બાબતે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. જ્યારે એક સ્થાનિકે જણાવ્યું હતું કે શાળામાં આવેલી સાયકલોનો લાભ શાળામાં અભ્યાસ કરતી અને મેળવવા પાત્ર કન્યાઓને વિતરણ કરાય એમ જણાવ્યું હતું ..
અને ક્યાં વર્ષ થી આ જથ્થો પાંજરે નાખવામાં આવ્યો છે
ક્યાં કારણોસર આ જથ્થો કન્યાઓ ને સાયકલ આપવા માં આવી નથી . અને ફરજ પ્રત્યે ની લાપરવાહી અને બેદરકારી ની જવાબદારી કોની..?
વગેરે બાબતો તાપસ નો વિષય બન્યો છે…
હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા ચાર વર્ષથી ધૂળ ખાઈ રહેલી સાઇકલો બાબતે શું નિરાકરણ અાવે છે. તે માટે પ્રતિક્ષા કરવી પડશે…