દેશ દુનિયા

૧૯૭૫ બાદથી અત્યાર સુધી ૧૨૯ દેસી અને ૩૪૨ વિદેશી સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા

સંસદમાં સરકારે જણાવ્યું છે કે ૧૯૭૫ બાદથી અત્યાર સુધી ઇસરોએ કુલ ૩૪૨ વિદેશી સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલ્યા છે.રાજયસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી આ માહિતી આપવામાં આવી છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી રાજયમંત્રી સ્વતંત્ર પ્રભાર જીતેન્દ્ર સિંહે કહ્યું કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ ૧૨૯ દેસી ઉપગ્રહ અને ૩૬ દેશોથી સંબંધિત ૩૪૨ વિદેશી ઉપગ્રહોને ૧૯૭૫થી લોન્ચ કર્યા છે.કુલ વિદેશી ઉપગ્રહોમાંથી ૩૯ વાણિજિયક ઉપગ્રહ છે અને બાકી નૈનો ઉપગ્રહ છે.
જીતેન્દ્ર સિંહે રાજયસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે ભારતની પાસે અંતરિક્ષમાં કુલ ૫૩ ઓપરેશનલ સેટેલાઇટ છે જે દેશને વિવિધ સેવાઓ પ્રદાન કરે છે.તેમાંથી કુલ ૨૧ સંચાર ઉપગ્રહ છે આઠ નેવિગેશન ઉપગ્રહ છે ૨૧ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે અને ત્રણ વિજ્ઞાન ઉપગ્રહ છે.આ ઉપગ્રહથી પ્રાપ્ત ડેટાનો ઉપયોગ દેશના વિવિધ ક્ષેત્રોની સેવાઓનો લાભ માટે કરવામાં આવે છે. તેમાં ટેલીવિઝન પ્રસારણ,ડાયરેકટ ટુ હોમ,એટીએમ મોબાઇલ સંચાર ટેલી એજયુકેશન ટેલી મેડિસિન મૌસમની માહિતી કીટ સંક્રમણ કૃષિ મૌસમ વિજ્ઞાન અને સંભવિત માછલી પકડવાના ક્ષેત્ર સામેલ છે.
જીતેન્દ્ર સિંહે કહ્યું કે સેટેલાઇટ ડેટાનો ઉપયોગ પાક ઉત્પાદન અનુમાન કૃષિ દુષ્કાળ મૂલ્યાંકન બંજર ભૂમિ યાદી ભુજળ સંભવિત ક્ષેત્રોની ઓળખ અંતદ્રેશીય જળીય કૃષિ ઉપયોગીતા અને આપદા જાેખમમાં કમી માટે પણ કરવામાં આવે છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઇસરોની પાસે આગળ વધુ ઉપગ્રહોને લોન્ચ કરવાની યોજના છે.
આ પહેલા જીતેન્દ્ર સિંહે લોકસભામાં કહ્યું હતું કે સ્ટાર્ટઇપ ઇન્ડિયા પોર્ટલમાં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી શ્રેણી હેઠળ લગભગ ૭૫ સ્ટાર્ટ અપ રજીસ્ટર છે.આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે સરકાર વિદેશી રોકાણકારો દ્વારા અંતરિક્ષ ક્ષેત્રમાં રોકાણને વધારવા માટે એફડીઆઇની મંજુરી આપવાની યોજના બનાવાઇ રહી છે.
કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે અંતરિક્ષ ગતિવિધિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની સુવિધા માટે અંતરિક્ષ વિભાગ વર્તમાન સ્પેસ નીતિઓને સંશોધિત કરી રહ્યાં છીએ તેમણે કહ્યું કે સ્પેસકોમ રિમોટ સેસિંગ પ્રૌદ્યોગિક હસ્તાંતરણ નેવિગેશન જેવા વિવિધ અંતરિક્ષ ક્ષેત્રો માટે નવી નીતિ તૈયાર કરવામાં આવી રહીછે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button