દિલ્હીમાં ટ્રાંસફર માટે નેતાઓની ભલામણ કરનારા પોલીસ કર્મચારીઓની અલગ ફાઇલ બનશે

દેશના પાટનગર દિલ્હીમાં કામ કરનારા પોલીસ કર્મચારીઓને હવે ટ્રાંસફર પોસ્ટિંગ માટે ભલામણ લગાવતા પહેલા અનેકવાર વિચારવું પડશે.દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ તેનાથી જાેડાયેલ એક આદેશ જારી કર્યો છે અસ્થાનાએ પોતાના આદેશમાં કહ્યું કે હવે દિલ્હી પોલીસમાં ટ્રાંસફર પોસ્ટિંગ માટે રાજનીતિક ભલામણ બિલકુલ ચાલશે નહીં. સિપાહીથી લઇ સ્પેશલ કમિશ્નર સુધી કોઇએ પણ મંત્રીઓ કે બહારથી કોઇની ભલામણ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
કમિશ્નર રાકેશ અસ્થાનાએ આદેશ જારી કરતા કહ્યું કે ટ્રાંસફર પોસ્ટિંગમાં રાજનીતિક પ્રભાવનો ઉપયોગ દંડનીય હશે પોલીસ કમિશ્નરના સ્ટેડિંગ ઓર્ડર જારી કરી આ રીતના આચરણ પર રોક લગાવી છે આ આદેશ બાદ પોલીસ વિભાગમાં ખલબલી મચી ગઇ છે.એ યાદ રહે કે ૨૦૧૨માં પણ પોલીસ કમિશ્નરે આ રીતનો એક આદેશ જારી કર્યો હતો પરંતુ કેટલાક સમય બાદ બીજીવાર ટ્રાંસફર પોસ્ટિંગમાં હિમાયતનો સિલસિલો શરૂ થઇ ગયો હતો.
પોલીસ કમિશ્નરે પોતાના આદેશમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોઇની રાજનીતિક ભલામણ કરનારા પોલીસ અધિકારીની અલગથી ફાઇલ બનાવવામાં આવશે લેખિત ભલામણ પત્ર પ્રાપ્ત થવા પર તેમને ફાઇલોમાં રાખવામાં આવશે અને તપાસ કરાવવામાં આવશે સાથે જ કારણ બતાવો નોટીસ પણ જારી કરવામાં આવશે ત્યારબાદ યોગ્ય કાર્યવાહી થશે
ગુજરાત કેડરના ચર્ચિત આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ ૨૮ જુલાઇ ૨૦૨૧ના રોજ દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે જવાબદારી સંભાળી હતી આ પહેલા રાકેશ અસ્થાના સીમા સુરક્ષા દળના ડીજી તરીકે કામ કરી રહ્યાં હતાં. ૧૯૮૪ બેંચના અધિકારી રાકેશ અસ્થાના(૩૧ જુલાઇ ૨૦૨૨ સુધી દિલ્હી પોલીસના કમિશ્નર બની રહેશે ચારા કૌભાંડ મામલામાં પુછપરછ હોય કે સુશાંત કેસથી જાેડાયેલ ડ્ગ્સ વિવાદની તપાસનું નેતૃત્વ હોય રાકેશ અસ્થાના હંમેશા જ ચર્ચામાં રહ્યાં છે.