આરોગ્ય

માત્ર ૧૬.૫૩ લાખ સગર્ભાઓએ જ વેકિસન લીધી

કોરોનાનાં મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. જેનો એક માત્ર ઈલાજ વેક્સિન છે. છતા સગર્ભા મહિલાઓમાં વેક્સિનેશનને લઈને ઉણપ જાેવા મળી રહી છે. દર વર્ષે અઢી કરોડથી વધુ સગર્ભાઓ બાળકને જન્મ આપે છે પણ છેલ્લા ૭ મહિનામાં દેશમાં માત્ર ૧૬.૫૩ લાખ સગર્ભાઓએ જ કોરોનાની રસી લીધી છે. વસતીની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉતર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં વેક્સિન લેનારી સગર્ભાઓની સંખ્યા ઓછી છે. સગર્ભાઓ કોરોના વેક્સિન લેવાનું ટાળી રહી છે.
દેશમાં સૌથી વધુ કોઈ રાજ્યમાં સગર્ભાઓએ વેક્સિન લીધી હોય તો તે મધ્ય પ્રદેશ છે. જે ૫ રાજ્યમાં સૌથી વધુ સગર્ભાઓએ રસી લીધી છે તેમાંથી ૩ રાજ્ય દક્ષિણ ભારતનાં છે. દેશમાં ગત જુલાઇથી સગર્ભાઓ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશનના કોવિડ-૧૯ વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડૉ. નરેન્દ્ર અરોડાનું કહ્યું હતું કે સગર્ભાઓ રસી ન લે તે જાેખમી છે.
અત્યાર સુધીના અનુભવોના આધારે સ્પષ્ટ કહી શકાય કે, વેક્સિન લેવાથી સગર્ભા કે ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર કોઇ પણ પ્રકારની આડઅસર નથી થતી જ્યારે વેક્સિન ન લીધી હોય અને કોરોના સંક્રમણ થાય તો જાેખમ અનેકગણું વધી જાય છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button