મનોરંજન

રશ્મિકાએ કાર્તિક આર્યન સાથે કામ કરવાનો ઇનકાર કયા

દક્ષિણની લોકપ્રિય એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેની દમદાર એક્ટિંગ અને ખૂબસૂરત સ્માઇલ માટે જાણીતી છે. જાેકે તે હાલ ‘પુષ્પા’ની બીજી સિક્વલ ‘ધ રૂલ’ માટે અલ્લુ અર્જુનની સાથે શૂટિંગમાં વ્યસ્ત છે. રશ્મિકા મંદાનાએ એક્ટિંગ કેરિયરનો પ્રારંભ કિરિકી પાર્ટી ફિલ્મથી કરી હતી. બોલીવૂડ મેકર્સ આ ફિલ્મની રિમેક માટે કાર્તિક આર્યનની સાથે રશ્મિકાને સાઇન કરવા ઇચ્છે છે, પણ એક્ટ્રેસે તેની ભૂમિકાને ફરીથી ભજવવા માટે ઇનકાર કરી દીધો હતો.
બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ માટે ફિલ્મનિર્માતા મૃણાલ ઠાકુરે પહેલાં રશ્મિકા મંદાનાને રોલ ઓફર કર્યો હતો, પણ એક્ટ્રેસે એ ભૂમિકા પણ ઠુકરાવી હતી.
બોલીવૂડ ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાળી એક ફિલ્મ માટે રણદીપ હુડ્ડા અને રશ્મિકા મંદાનાને કાસ્ટ કરવા ઇચ્છતા હતા, પણ રશ્મિકા એ ઓફર પણ ફગાવી દીધી હતી, એમ અહેવાલ કહે છે. જાેકે રશ્મિકા મંદાના હવે બોલીવૂડમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મિશન મજનુ’થી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત રશ્મિકા બોલીવૂડના શહેનશાહ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ‘ગુડબાય’માં સ્ક્રીન શેર કરતી નજરે ચઢશે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે.
રશ્મિકા મંદાના પુષ્પાની સફળતા પછી ઘણી લોકપ્રિય થઈ ચૂકી છે. પુષ્પાની સફળતાએ રશ્મિકાને પેન ઇન્ડિયા એક્ટ્રેસ બનાવી દીધી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button