બિઝનેસ કલાસમાં મહિલા મુસાફર ઉપર રેપ,લંડન ફલાઇટ જઇ રહી હતી

અમેરિકાના ન્યુજર્સીથી લંડન જઇ રહેલ એક ફલાઇટના બિઝનેસ કલાસમાં મહિલા યાત્રીની સાથે કહેવાતી રીતે રેપ કરવામાં આવ્યો હતો.આ મામલામાં આરોપી વ્યક્તિની બ્રિટેનમાં ધરપકડ કરવામાં આવી છે જાે કે બાદમાં તેને જામીન આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ઘટનાના સમયે અન્ય યાત્રીઓ સુઇ રહ્યાં હતાં આ ઘટના યુનાઇટેડ એરલાઇનની ફલાઇટમાં બની હતી ઘટના બાદ પીડિત મહિલાએ એરલાઇન્સના સ્ટાફને માહિતી આપી હતી.એરલાઇન્સ સ્ટાફે આ અંગેની માહિતી બ્રિટેનની પોલીસને આપી હતી આથી ન્યુજર્સીથી લંડન સુધી પહોંચવામાં ડાયરેકટ ફલાઇટને લગભગ સાત કલાકનો સમય લાગે છે.બ્રિટેનના હીથ્રોમાં ફલાઇટ લૈંડ કર્યા બાદ પોલીસ અધિકારી વિમાનમાં પહોંચ્યા અને આરોપીની ધરપકડ કરી પીડિતાને રેપ કાઉસિંલિગ સુટમાં લઇ જવામાં આવી અધિકારીઓએ ફલાઇટની ફોરેસિંક તપાસ પણ કરી હતી પીડિત મહિલા અને આરોપી બંન્નેની ઉમર ૪૦ વર્ષ છે.
આરોપી વ્યક્તિ બ્રિટેનનો જ રહેવાસી છે અને પીડિતા પણ બ્રિટેનની બતાવવામાં આવી રહી છે.આરોપી અને પીડિતા બિઝનેસ કલાસની અલગ અલગ કતારની બેઠક પર હતાં બંન્ને પહેલાથી પરિચિત ન હતાં. પરંતુ ઘટના પહેલા લાઉઝ એરિયામાં પીડિતા અને આરોપીએ સાથે શરાબ પીધી હતી અને વાતચીત કરી હતી.બ્રિટિશ પોલીસે ધરપકડની પુષ્ટી કરી છે અને કહ્યું કે મામલામાં હાલ તપાસ જારી છે ફલાઇટમાં યૌન હુમલાની ઘટનાઓ રેયર માનવામાં આવે છે જાે કે કેટલાક રિપોર્ટ અનુસાર તાજેતરમાં અમેરિકામાં વિમાનમાં યૌન હિંસાની સંખ્યામાં વધારો થયો છે.