આજે આઇપીએલ ૦૨૨ની હરાજીમાં ૫૯૦ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.

આઇપીએલ ૨૦૨૨ ની હરાજી ચાહકો માટે ખૂબ જ ખાસ બનવાની છે. આ વખતે હરાજીમાં ૮ નહીં પરંતુ ૧૦ ટીમો ભાગ લેવાની છે. જૂની ૮ ટીમો ઉપરાંત આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ જાયન્ટ્સની ટીમો પ્રથમ વખત હરાજીમાં ભાગ લેશે. તમામ ૧૦ ફ્રેન્ચાઇઝી ૫૯૦ ખેલાડીઓ પર બિડ કરશે. આ વખતે ઓક્શનમાં સામેલ ૫૯૦ ક્રિકેટર્સમાંથી ૨૨૮ કેપ્ડ પ્લેયર્સ છે, ૩૫૫ અનકેપ્ડ પ્લેયર્સ છે. સતત ચોથી વખત હ્યુજ એડમ્સ હરાજીનું સંચાલન કરવાની જવાબદારી સંભાળશે. બેન સ્ટોક્સ, જાેફ્રા આર્ચર, મિશેલ સ્ટાર્ક અને ક્રિસ ગેલ જેવા ઘણા નામો આ વખતે હરાજીમાં ગાયબ હશે, જેમણે અલગ-અલગ કારણોસર ભાગ લીધો નથી.
લગભગ ૫૦ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ૨ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે બે ડઝનથી વધુ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ૧.૫ કરોડ છે, તો ઘણા ખેલાડીઓની કિંમત ૧ કરોડ રાખવામાં આવી છે. આ સિવાય ૫૦ લાખ, ૩૦ લાખ અને ૨૦ લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ પણ સામેલ છે. ખેલાડીઓની મેગા હરાજી પહેલા કુલ ૩૩ ખેલાડીઓને રિટેન/પસંદ કરવામાં આવ્યા હતા.આઇપીએલની ૮ જૂની ફ્રેન્ચાઇઝીએ પ્રથમ ૨૭ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. તે જ સમયે, ૨ નવી આઇપીએલ ટીમોએ હરાજી પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી હતી.
આ વખતે રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, શિખર ધવન, ડેવિડ વોર્નર, દિનેશ કાર્તિક અને અન્ય કેટલાક ખેલાડીઓને આઇપીએલ મેગા ઓક્શન માટે માર્કી પ્લેયર બનાવવામાં આવ્યા છે. ભારતના અંડર-૧૯ સ્ટાર્સ, કેપ્ટન યશ ધૂલ, વિકી ઓસ્તવાલ અને રાજવર્ધન હંગરગેકર સાથે શાહરૂખ ખાન, દીપક હુડ્ડા અને અવેશ ખાન, જેઓ શાનદાર લયમાં ચાલી રહ્યા છે, આ હરાજી દરમિયાન પોતાની છાપ બનાવવાનો પ્રયાસ કરશે. લખનૌએ કેએલ રાહુલને ૧૭ કરોડમાં પોતાની ટીમ સાથે જાેડ્યો છે. આ સાથે તે સંયુક્ત રીતે આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. અગાઉ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ૨૦૨૧ની સીઝનમાં માત્ર ૧૭ કરોડ રૂપિયા મળતા હતા.
આઇપીએલ ૨૦૨૨ની હરાજી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી (શનિવાર અને રવિવાર) ના રોજ યોજાશે.ઓક્શન બેંગ્લોરમાં થશે.ઓક્શનનું શેડ્યૂલ બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે.ટીવી દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ જાેઈ શકશે.લાઇવ સ્ટ્રીમિંગ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર થશે.
ફાઈનલ લિસ્ટમાં ૪૮ ખેલાડીઓ બે કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા છે. જ્યારે, ૨૦ ખેલાડીઓની મૂળ કિંમત દોઢ કરોડ (૧.૫ કરોડ) રૂપિયા છે. ૩૪ ખેલાડીઓની બેસ પ્રાઈસ ૧ કરોડ રૂપિયા છે. બેઝ પ્રાઈસનો અર્થ એ છે કે આ ખેલાડીઓ પર બિડિંગ આ રકમથી શરૂ થશે. હરાજીમાં ૫૯૦ ખેલાડીઓમાંથી ૩૭૦ ભારતીય અને ૨૨૦ વિદેશી ખેલાડીઓ છે. હરાજીમાં ભારત પછી ઓસ્ટ્રેલિયાના (૪૭) સૌથી વધુ ખેલાડીઓ છે.
ઓક્શનમાં અફગાનિસ્તાનના ૧૭ ખેલાડી,ઓસ્ટ્રેલિયા ૪૭,બાંગ્લાદેશ ૫,ઈંગ્લેન્ડ ૨૪,આયરલેન્ડ ૫,ન્યૂઝીલેન્ડ ૨૪,દક્ષિણ આફ્રિકા ૩૩,શ્રીલંકા ૨૩,વેસ્ટઈન્ડિઝ ૩૪,ઝિમ્બાબ્વે ૧નો સમાવેશ થાય છે.ઓક્શનમાં ઉતરનાર મુખ્ય ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો તેમાં શ્રેયસ ઐયર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ જેવા ક્રિકેટરોનો સમાવેશ થાય છે. જેમાંથી શ્રેયસ, ઈશાન, શાર્દુલ અને ચહરને મોટી બોલી લાગી શકે છે.
જ્યારે, ડેવિડ વોર્નર, અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સ, ક્વિન્ટન ડી કોક, ધવન, ફાફ ડુ પ્લેસિસ, શ્રેયસ, કાગિસો રબાડા અને શમી તે ખેલાડીઓમાં સામેલ છે જેમની બેસ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા છે. આઇપીએલ પણ તેને માર્કી પ્લેયર કહે છે. આ સિવાય પેટ કમિન્સ, જાેની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન અને વાનિન્દુ હસરંગા જેવા વિદેશી ખેલાડીઓ પણ હરાજીમાં ઉતરશે.
આ વખતે અંડર-૧૯ના ક્રિકેટરો પણ હરાજીમાં ધૂમ મચાવશે. અંડર-૧૯ વર્લ્ડકપ રમી રહેલા યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, રાજવર્ધન હંગરગેકર પણ હરાજીમાં ઉતરશે. આ ઉપરાંત દેવદત્ત પડિકલ, હર્ષલ પટેલ, કૃણાલ પંડ્યા, શાહરૂખ ખાન, દીપક હુડા અને અવેશ ખાન પર પણ મોટી બોલીઓ લાગવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.૧૦ ટીમોએ કુલ મળીને ૩૩ ખેલાડીઓને રિટેન કર્યા છે. આઠ જૂની ટીમોએ ૨૭ ખેલાડીઓને રીટેન કર્યા, જ્યારે બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ એ છ ખેલાડીઓને સામેલ કર્યા. લખનઉ એ કેએલ રાહુલને ૧૭ કરોડમાં પોતાની ટીમ સાથે જાેડ્યો છે. આ સાથે તે સંયુક્ત રૂપથી ૈંઁન્ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. અગાઉ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ૨૦૨૧ની સીઝનમાં માત્ર ૧૭ કરોડ રૂપિયા મળ્યા હતા. લખનઉ એ કેએલને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે. આ સાથે જ ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.