જેસન રોયને ૨ કરોડમાં ખરીદ્યો; હું ગુજરાતની ટીમનો ભાગ બની ખૂબ જ ઉત્સાહિત છું. શમી

આઇપીએલની મેગા ઓક્શનની આજે શરૂઆત થઇ હતી તમામ ફ્રેન્ચાઇઝી પોતાની રણનીતિ બનાવી બેંગલુરૂમાં પહોંચી ગઈ છે. આજથી બે દિવસ એટલે કે ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી આઈપીએલની હરાજી યોજાવાની છે. તેના માટે ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ સામે આવી ગયું છે. આ વખતે મેગા ઓક્શનમાં ૫૯૦ ખેલાડીઓ ઉતરશે. જ્યારે, ૧૦ ટીમો પાસે કુલ ૨૧૭ સ્લોટ ખાલી છે. આ વખતે મેગા ઓક્શન માટે ૧૯ દેશોના ૧૨૧૪ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૫૯૦ ખેલાડીઓને અંતિમ હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
હરાજીમાં શ્રીલંકાના સ્પિન ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને મળી મોટી રકમ, આરસીબીએ ૧૦.૭૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો દીપક હુડ્ડાને લખનઉ સુપર જાયન્ટ્સે ૫.૭૫ કરોડમાં ખરીદ્યો ઓલરાઉન્ડર હર્ષલ પટેલ ફરી આરસીબીમાં જાેવા મળશે, ૧૦.૭૫ કરોડની મોટી રકમ આપી ખરીદ્યો શાકિબ અલ-હસનને કોઈ ખરીદદાર મળ્યું નહીં જેસન હોલ્ડર પર થયો રૂપિયાનો વરસાદ, લખનઉ સુપર જાયન્ટ્સે ૮.૭૫ કરોડમાં ખરીદ્યો ઓલરાઉન્ડર નીતિશ રાણાને કોલકત્તાએ ૮ કરોડની મોટી રકમ આપી ખરીદ્યો,- ચેન્નઈ સુપર કિંગ્સે ૪.૪૦ કરોડમાં ડ્વેન બ્રાવોને ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો,- સ્ટીવ સ્મિથ ન વેચાયો,સુરેશ રૈનાને કોઈ ખરીદદાર મળ્યું નહીં,ઓપનર દેવદત્ત પડિક્કલને ૭.૭૫ કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો,ડેવિડ મિલરને કોઈ ખરીદદાર ન મળ્યું,- વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટર શિમરોન હેટમાયરને ૮.૫૦ કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો,મનીષ પાંડેને ૪.૬૦ કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો
માર્કી ખેલાડીઓના લિસ્ટમાં સામેલ તમામ ૧૦ ખેલાડીઓને મોટી રકમ મળી છે. સૌથી વધુ પૈસા શ્રેયસ અય્યરને ૧૨.૨૫ કરોડ રૂપિયા મળ્યા છે. તો ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જાેવા મળશે. ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો ફાફ આરસીબીમાં અને ડિ કોક લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જાેવા મળશે, વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સને ૬.૨૫ કરોડમાં ખરીદ્યો,,- લખનઉ સુપર જાયન્ટ્સે ક્વિન્ટન ડી કોકને ૬.૭૫ કરોડમાં ખરીદ્યો ,આફ્રિકાના બેટર ફાફ ડુ પ્લેસિસને આરસીબીએ ૭ કરોડમાં ખરીદ્યો,મોહમ્મદ શમીને ગુજરાત ટાઈટન્સે ૬.૨૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો,શ્રેયસ અય્યરને કોલકત્તા બનાવશે કેપ્ટન! ૧૨.૨૫ કરોડમાં ખરીદ્યો,- ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે ૮ કરોડમાં ખરીદ્યો,- કગિસો રબાડાને મળી નવી ટીમ, પંજાબ કિંગ્સે ૯.૨૫ કરોડમાં ખરીદ્યો,- ફાસ્ટ બોલર પેટ કમિન્સને કોલકત્તા નાઇટ રાઇડર્સે ૭ કરોડ ૨૫ લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો,- રવિચંદ્રન અશ્વિનને ૫ કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો- શિખર ધવનને પંજાબ કિંગ્સે ૮.૨૫ કરોડમાં ખરીદ્યો છે
શમીએ ગુજરાત ટાઈટન્સની ટીમમાં સામેલ થયા બાદ કહ્યું, કેમ છો, ગુજરાત ટાઈટન્સ, હું ગુજરાતની ટીમનો ભાગ બની ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. હું આશા રાખું છું કે આપણા દરેક માટે આ આઇપીએલ સીઝન ખૂબ જ સ્પેશિયલ રહેશે.ટીમના પાર્ટનર સિદ્ધાર્થ પટેલે નામને લઈને વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત ટાઈટન્સને લઈને અમે ઘણું રિસર્ચ કર્યું. અમે આ માટે એક એજન્સી હાયર કરી હતી. અમારી કોશિશ હતી કે અમે ગુજરાતની ઈમેજને કેવી રીતે રજૂ કરી શકીએ. ટીમના કેપ્ટન હાર્દિકે પણ કહ્યું હતું કે મારો પરિવાર ગુજરાતમાં છે અને અમે ગુજરાતમાં રહીએ છીએ.
અગાઉ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે નવી આઇપીએલની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. મળીએ જલદી…
આઇપીએલ ૨૦૨૨ મેગા ઓક્શન દરમિયાન મોટી ઘટના બની હતી. હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. બ્રિટનના હ્યુજ એડમિડ્સને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા અને ઓક્શનને રોકી દેવાયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી, ત્યારે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. આ જાેઈને હાજર દિગ્ગજાે ચોંકી ગયા હતા અને પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા.આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં ભારતીય યુવા ખેલાડીઓ પર ધનવર્ષા થઈ રહી છે. આઈપીએલની ૧૪મી સીઝનમાં પર્પલ કેપ જીતીને દુનિયાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરનાર હર્ષલ પટેલને આરસીબીએ ૧૦ કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો કેકેઆરે યુવા બેટર અને પાર્ટ ટાઇમ બોલર નીતીશ રાણાની કમાણીમાં ૨૦૦ ટકાનો વધારો થયો છે. તો રાજસ્થાન રોયલ્સે યુવા ઓપનર દેવદત્ત પડિક્કલને ૭.૭૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રૂ. ૩.૪૦ કરોડમાં જાેડાયેલા રાણાને દ્ભદ્ભઇ દ્વારા આ વખતે ૮ કરોડની તગડી રકમ ખર્ચીને તેની ટીમમાં પાછો સામેલ કરવામાં આવ્યો છે. નીતિશ રાણા પર દ્ભદ્ભઇ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે પણ રસ દાખવ્યો, પરંતુ અંતે કોલકાતાએ જીત મેળવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો.