પ્રથમ તબક્કામાં થયેલ ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા શું મોધવારી,બેરોજગારી,વ્યવસ્થાથી શાંત પડી ગયા પાર્ટીના મતદારો ,શું પક્ષ વિરોધી મતદાન

યુપી વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કામાં ફકત ૬૦.૧૭ ટકા મતદાન થયું છે આ ૨૦૧૭ના ૬૩.૪૭ ટકા મતદાનની સરખામણીમાં ખુબ ઓછું છે.ગ્રામીણ વિસ્તારોમાં સારૂ મતદાન થયું છે તો શહેરી વિસ્તારોમાં આશા અનુરૂપ ઓછું મતદાન થયું છે. કૈરાના જેવા ખુબ સંવેદનશીલ વિસ્તારમાં રેકોર્ડ ૭૫ ટકા અને મુઝફફરનગરમાં ૬૫.૩૪ ટકા મતદાન થયું તો શહેરી વિસ્તારો ગૌતમબુધ્ધનગરમાં ફકત ૫૭.૦૭ ટકા અને ગાઝિયાબાદમાં ૫૮.૩૧ ટકા મતદાન થયું કિસાન અને મુસલમાન નેતાઓનો દાવો છે કે તેમના મતદારો ઉત્સાહ સાથે મતદાન કર્યું છે અને આ મતદાન સરકારની વિરૂધ્ધ ગયું છે જયારે ઓછા મતદાનને લઇ ભાજપ નેતાઓએ ચુપ છે તેમની ચિંતા ઓછા મતદાને વધારી દીધી છે.
સામાન્ય રીતે ભારે મતદાનને સરકારની વિરૂધ્ધ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જયારે મતદારોને કોઇ સરકારથી નારાજગી હોય છે તો તે ભારેમ મતદાન કરે છે ૨૦૭ની વિધાનસભા ચુંટણીમાં ૪૫.૯૬ ટકા મતદાન થયું પરંતુ ૨૦૧૨ની યુપી વિધાનસભા ચુંટણીમાં ૫૯.૪૦ ટકા મતદાન થયું હતું માનવામાં આવે છે કે આ બસપા સરકારને બદલવા માટે લોકોનો ગુસ્સો હતો.
૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં પણ આ ટ્રેડ જાેવા મળ્યો હતો ૨૦૧૨ની ૫૯.૪૦ની સરખામણીએ ૨૦૧૭માં પણ તેજ મતદાન થયું અને ૬૧.૨૪ ટકા લોકોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો તેથી અખિલેશ સરકારને બદલવાનો ગુસ્સો હતો અને નરેન્દ્ર મોદી ભાજપની લહેરની અસર માનવામાં આવી હતી.
ભાજપ નેતાઓએ પોતાના મતદારોને બુથ સુધી લાવવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું દરેક બુથ પર મતદાર રજિસ્ટરના દરેક પન્નાનાં અલગ પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં પાંચ બુથો પર એક શક્તિ કેન્દ્ર પ્રમુખ બનાવી સૌને ઉર્જાવાન રાખવાની રણનીતિ બનાવવામાં આવી હતી. પાર્ટી નેતા અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાએ પન્ના પ્રમુખો શક્તિ કેન્દ્ર પ્રમુખોને ખુબ ઉત્સાહિત કરવાનું કામ પણ કર્યું હતું પરંતુ પહેલા તબક્કામાં જ થયેલ ઓછા મતદાનને ભાજપની આ રણનીતિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.ઓછું મતદાન પાર્ટીને નુકસાન તરીકે જાેવામાં આવી રહ્યું છે અને પાર્ટી નેતા તેના પર ચિંતિત છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં ભારે મતદાન ૨૦૧૪-૨૦૧૯ની સામાન્ય ચુંટણીમાં અમારા પક્ષમાં ગયું હતું પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં યુપીના સંદર્ભમાં આ અમારૂ વિરૂધ્ધ જઇ શકે છે. તેમણે એ પણ કહ્યું કે સંભાવના એ વાતની પણ છે કે મોંધવારી અને બેરોજગારીના કારણે નરાજ લોકો ચુંટણીથી દુર રહ્યાં હોય પરંતુ એ પણ સ્પષ્ટ છે કે લોકોએ અખિલેશ જયંત ચૌધરીના ગઠબંધનને પસંદ કર્યું નથી કારણ કે જાે આમ થયું હોત તો સરકારને બદલવા માટે ભારે સંખ્યામાં મતદાન થયું હતું.
સંયુકત કિસાન મોરચાના નેતા આશીષ મિત્તલે કહ્યું કે પહેલા તબક્કામાં જ કિસાનોએ ખુબ ભારે મતદાન કર્યું છે કિસાન વિરોધી નીતિઓના કારણે તે સરકારથી નારાજ હતાં અને પોતાની આ નારાજગીને જાહેર કરવા માટે લોકોએ મતદાનને પોતાનું હથિયાર બનાવ્યું છે તેમણે દાવો કર્યો કે આવનાર બાકી છ તબક્કામાં પણ કિસાનોનું આજ વલણ રહેશે
રાષ્ટ્રીય લોકદળના મહામંત્રી તારેક મુસ્તફાએ કહ્યું કે તમામ વિસ્તારોમાં મતદારોએ મતદાન કર્યું છે. મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોમાં રેકોર્ડ મતદાન થયું છે તો જાટ મતદારોએ પણ ખુબ મતદાન કર્યું છે. જાટ મતદારોમાં વિખરાવ થયો નથી અને તમામે ગઠબંધનના પક્ષમાં મતદાન કર્યું છે.