બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.૩૮ જિલ્લાના મેજિસ્ટ્રેટને બે મહીનામાં મંદિર અને ધર્મશાળાઓની બાબતમાં બિહાર રાજય ધાર્મિક ન્યાસ પરિષદ (બીએસઆરટીસી)ને માહિતી આપવાની છે.
બિહાર રાજય ધાર્મિક ન્યાસ પરિષદના ચેરમેન અખિલેશકુમાર જૈને કહ્યું કે નવ તાલુકાથી માહિતી મળ્યા બાદ ધાર્મિક ન્યાસ પરિષદ બિનરજીસ્ટર મંદિરો અને ધર્મશાળાઓને બિહાર રાજય ધાર્મિક ન્યાય પરિષદમાં રજીસ્ટ્ર કરાવવા માટે કહેશે મગધ સારણ અને કોશીના ડિવિઝનલ કમિશ્નરોને ધર્મ ન્યાસ પરિષદને બે મહિનામાં તેમના જીલ્લાના રજીસ્ટર અને બિનરજીસ્ટર મંદિરો અને ધર્મશાળાની યાદી મોકલવાનુંં આશ્વાસન આપ્યું છે.
જૈને કહ્યું કે ધાર્મિક ન્યાસ પરિષદે અન્ય તાલુકાના કમિશ્નરોથી આજ માંગ કરી છે તેના માટે દરભંગા અને પટણાના ડીસીની સાથે વર્ચુઅલ બેઠક રાખવામાં આવી હતી. બિહાર હિન્દુ ધર્મ ટ્રસ્ટ એકટ ૧૯૫૦ હેઠળ રાજયના તમામ જાહેર અને ધર્મશાળાઓને બીએસઆરટીસીમાં રજીસ્ટર કરાવવાનું અનિવાર્ય છે આ હેઠળ રજીસ્ટર થઇ ગયા બાદ મંદિરો ધર્મશાળાને વાર્ષિક પોતાની કુલ આવકના ચાર ટકા ધર્મ ન્યાસ પરિષદને આપવા પડશે
રાજયમાં લગભગ ચાર હજાર ૫૦૦ મંદિર રજીસ્ટર છે જેમાંથી ફકત ૨૫૦થી ૩૦૦ મંદિર બીએસઆરટીસીને ટેકસ ચુકવે છે રાજયમાં ૧૦ હજારથી વધુ રજીસ્ટર અને બિન રજીસ્ટર જાહેર મંદિર છે. અખિલેશ જૈને કહ્યું કે કોઇના ધરમાં બનેલ મંદિર જાે લોકો માટે ખોલ્યું છે તો તેને ટ્રસ્ટથી રજીસ્ટર કરાવવું જાેઇએ મંદિર ત્યારે પ્રાઇવેટની શ્રેણીમાં આવી શકે છે જયારે ફકત પરિવારવાળા ત્યાં પુજા કરતા હોય