દેશ દુનિયા

શિક્ષણ મંત્રાલયની નવી જાહેરાતઃ ડીજીટલ શિક્ષણની ૧૦૦ થી વધુ ચેનલો ટૂંક સમયમાં લોન્ચ થશે

ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ ભલે કોરોના સંકટ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યું હોય પરંતુ, હવે ઘરે બેઠા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું એક મહત્વનું માધ્યમ બની ગયું છે. આ કારણસર સરકાર આ દિશામાં ઝડપથી આગળ વધવા માટે તૈયાર છે. અગત્યની વાત એ છે કે, સરકારે બજેટમાં ૨૦૦ નવી ટીવી ચેનલો શરૂ કરવાની કરેલી જાહેરાત પર કામ શરૂ થવાની વાત કરી છે. આ અંતર્ગત આગામી બે-ત્રણ મહિનામાં લગભગ સો ટીવી ચેનલો શરૂ કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે.
ઘણી ચેનલો શરૂ કરવાની યોજના ધરવામાં આવી છે. જેના દ્વારા વ્યાવસાયિક શિક્ષણ જ શીખવવામાં આવશે. આ ચેનલો શરૂ કરવાની જે યોજનાઓ હેઠળ લગભગ સો ટીવી ચેનલો માત્ર શાળા શિક્ષણ માટે હશે. ઉચ્ચ શિક્ષણ માટે લગભગ ૫૦ ચેનલો શરૂ કરવામાં આવશે, જ્યારે વ્યાવસાયિક શિક્ષણ અને તકનીકી શિક્ષણ માટે પણ કેટલીક સમર્પિત ચેનલો શરૂ કરવાની યોજના છે.
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં ઁસ્-ઈદૃૈઙ્ઘઅટ્ઠ યોજના હેઠળ ૧૨ ટીવી ચેનલો ચલાવવામાં આવી રહી છે. દરેક વર્ગ ૧ થી ૧૨ માટે એક સમર્પિત ચેનલ છે. જે વહેલી તકે શરૂ કરવામાં આવશે. પરંતુ સામગ્રી તૈયાર કરવામાં વિલંબને કારણે તે ખૂબ મોડું શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેનલોમાં પ્રસારિત થયેલ કાર્યક્રમોને અન્ય ભાષાઓમાં અનુવાદ કરીને ઝડપથી પ્રસારિત કરવાની તૈયારીઓ ચાલુ છે.
શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ડિજિટલ શિક્ષણ એક ઉપયોગી પહેલ છે. કોઈપણ રીતે, હાલમાં જે રીતે મોટાભાગની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વૈકલ્પિક વિષયો માટે શિક્ષકો નથી, આ પ્રયાસ દ્વારા વિદ્યાર્થીઓને દેશના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી અભ્યાસ કરવાની તક મળશે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ, જે હજુ પણ સારી શાળાઓની પહોંચની બહાર છે, તેમને સરળતાથી ફાયદો પહોંચશે. ઘરે બેસીને ટીવી ચેનલો દ્વારા પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. આ માટે ઇન્ટરનેટની જરૂર રહેશે નહીં.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button