રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સામે વધુ એક ગંભીર આક્ષેપ, સાટાખત રદ કરવા બળજબરીથી યુવક જાેડે સહી કરાવાના આરોપ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર જ્યારથી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ત્યારથી રાજકોટ પોલીસ ચર્ચાનું કેન્દ્ર બની છે. કમિશનર પર લાગેલા આક્ષેપો બાદ રાજકોટ ક્રાઈમબ્રાંચ સામે પણ આક્ષેપો લાગ્યા હતા. ત્યારે વધુમાં ફરી રાજકોટ ક્રાઈમ બ્રાંચ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે.
જામનગરના યુવક દ્વારા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર એવા આક્ષેપ લગાવામાં આવ્યા છે, કે ક્રાઈમ બ્રાંચ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમા કાળા કલરની નંબર વગરની કાચમાં તેને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો, તેવો તેનો આક્ષેપ સાથેજ તેણે એવું પણ કહ્યું ઢોલરામાં કરોડોની જમીનને લઈને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
યુવકે એવા આક્ષેપ લગાવ્યા છે કે સાટાખત રદ કરવા માટે તેનું અપરહણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે યુવકે એવું પણ કહ્યું છે કે તેને કમિશ્નર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સમાધાન કરી નાખ. બાલાજી હોલ પાસે વકીલની ઓફિસામાં ૩ કોરા કાગળ પર તેની સહી કરવામાં આવી તેવું ફરિયાદી યુવકનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવકે એવું પણ કહ્યું કે જડો સહિ નહિ કરે તો મને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેમા વકીલ જયેશ બોધરાની ઓફિસમાં યુવકને ધમકી આપવામાં આવી હતી. સાથેજ ફરિયાદી યુવકે એવું પણ કહ્યું કે સહી કરાવીને મને ૨૦૦ રૂપિયા ભાડું આપી બધા ત્યાથી જતા રહ્યા હતા.