રાજસ્થાનના ભરતપુરના મેયર પર કોર્પોરેટરે લાંચ લેવાનો આરોપ લગાવ્યો,મેયરે ગંગાજળના સોગંદ ખાધા

રાજસ્થાનના ભરતપુરના મેયરનો એક વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં મેયર અભિજીતકુમાર પોતાના ઉપર લાગેલા આરોપોની સ્પષ્ટતામાં ગંગાજળના સોગંદ ખાતા નજરે પડી રહ્યાં છે.હક્કીતમાં ભરતપુર નગર નિગમની વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટને લઇ બેઠક થઇ હતી.આ દરમિયાન બજેટને પસાર કરવા દરમિયાન કોર્પોરેટર અને નગર નિગમના મેયર અભિજીતકુમારની વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી.આ બોલાચાલી વચ્ચે એક કોર્પોરેટરે મેયર અભિજીતકુમાર પર આરોપ લગાવ્યો તેના પર મેયર ખુબ નારાજ થઇ ગયા તેમણે કહ્યું કે તમે કહો છો કે મેયર બનવા માટે મેં નોટ આપી વોટ ખરીદ્યા હતાં મેયરે ગૃહની વચ્ચે જ કહ્યું હું ગંગાજળ હાથમાં લઇ સોગંદ લઉ છું કે મેં આવી વાત કયારેય કોઇને કહી નથી આ દરમિયાન તેમના હાથમાં પાણીની એક બોટલ પણ હતી. એટલું જ નહીં ભરતપુર શહેરથી ધારાસભ્ય ડો સુભાષ ગર્ગ જે કોંગ્રેસ સરકારમાં રાજયમંત્રી છે તેમના પર પણ કોર્પોરેટરે આરોપો લગાવ્યા કોર્પોરેટરે કહ્યું કે નગર નિગમ પર મંત્રીનું રાજ ચાલે છે જે મંત્રી કહે છે તેમ થાય છે.
શહેરના વિકાસ માટે જે બજેટ પસાર કરવામાં આવ્યું તેના પર ચર્ચા ઉપરાંત વ્યક્તિગત આરોપ પ્રત્યારોપ પણ કોર્પોરેટરો અને મેયરની વચ્ચે થયા જેને કારણે મેયરે ગૃહમાં ઉભા થઇ ગંગાજળ લઇ સોગંદ લેવા પડયા બજેટ પાસ કરાવવા માટે ગૃહની બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી. જાે કે ભરતપુર નગર નિગમના મેયર અભિજીતકુમારે કહ્યું કે આજે અમે શહેરના વિકાસ માટે નગર નિગમનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ પાસ કરાવ્યું છે.શહેરના વિકાસના જે પરિકલ્પના અમે કરી છે તેને જમીન પર લાવવામાં આવશે અને શહેરનો સર્વાગી વિકાસ કરવામાં આવશે