ગાઝિયાબાદમાં ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓ આજે પણ રાની લક્ષ્મીબાઇ યોજનાના લાભથી વંચિત

રાની લક્ષ્મીબાઇ મહિલા અને બાલ સમ્માન કોષ યોજના હેઠળ અત્યાર સુધી ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓને આર્થિક મદદ મળી નથી આર્થિક મદદ લેવા માટે પીડિતાઓના સંબંધિત વિભાગોના ચકકર ખાઇ રહ્યાં છે પરંતુ વિભાગોની બેદરકારીના કારણે તેમને લાભ મળી રહ્યો નથી
ગાઝિયાબાદ જનપદમાં ગત છ વર્ષમાં ૬૫ દુષ્કર્મ પીડિતાઓએ યોજનાનો લાભ માટે અરજી કરી છે જેમાંથી માત્ર લગભગ ૨૩ ટકા એટલે કે ૧૫ મહિલાઓને જ આર્થિક મદદ મળી છે બાકી મામલા પોલીસ અને આરોગ્ય વિભાગમાં લંબિત છે.આ મામલાને રદ કરવા માટે મહિલા અને બાલ કલ્યાણ વિભાગ અનેકવાર નોટીસ પણ જારી કરી ચુકયું છે આમ છતાં તેના ૫૦ મામલા અત્યાર સુધી લંબિત પડેલા છે.
પ્રદેશ સરકારે હિંસા પીડિત મહિલાઓ અને બાલિકાઓને આર્થિક મદદ આપવા માટે રાની લક્ષ્મીબાઇ મહિલા અને બાલ સમ્માન કોષ યોજના લગભગ છ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી તે હેઠળ લાભ લેવા માટે ગાઝિયાબાદ જનપદમાં અત્યાર સુધી કુલ ૫૧૮ હિંસા પીડિતાઓએ અરજી કરી છે તેમાંથી અત્યાર સુધી ફકત ૧૧૬ને જ યોજનાનો લાભ મળી શકયો છે.બાકી ૪૦૨ મામલા આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ અને જીલ્લા સ્તરીય સમિતિની પાસે લંબિત છે યોજના હેઠળ મહિલાઓની સારવાર અને પુનર્વાસ માટે ત્રણથી ૧૦ લાખ રૂપિયાની મદદ આપવામાં આવે છે પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે અત્યા સુધી પ્રક્રિયા પુરી થઇ શકી નથી
રાની લક્ષ્મીબાઇ મહિલા અને બાલ સમ્માન કોષ યોજના હેઠળ એસિડ હુમલા ઘરેલુ હિંસા દહેજ હત્યા સહિત હિંસાઓમાં પણ આર્થિક મદદ આપવાની જાેગવાઇ છે પરંતુ સમયથી મદદ નહીં મળવાથી મહિલાઓ પરેશાન છે જીલ્લા મહિલા કલ્યાણ અધિકારી વિકાસ ચંદ્રાનું કહેવુ છે કે તમામ પ્રકરણોની પ્રક્રિયા પુરી કરતા પીડિતાઓની મેડિકલ રિપોર્ટ પોર્ટલ પર ચઢાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.ત્યારબાદ તમામ મામલા જીલ્લા સંચાલન સમિતિની સામે રજુ કરવામાં આવશે
યોજના હેઠળ દહેજ હત્યાના ૪૪ મામલા નોંધવામાં આવ્યા જેમાંથી ૨૪ના બેંક ખાતામાં આર્થિક મદદ પહોંચી.પોકસો એકટના મામલા આવ્યા છે જેમાંથી માત્ર ૬૪ને જ આર્થિક સહાયતા મળી શકી છે.જયારે એસિડ હુમલાના ૨૨ પીડિતાઓને યોજનામાં અરજી કરી જેમાંથી સાતને જ યોજનાનો લાભ મળ્યો છે.આ રીતે વિવિધ મામલા સંબંધિત વિભાગોમાં લંબિત પડેલા છે જેમાં મહિલાઓને તેમની સમ્માન રકમ મળી રહી નથી
જીલ્લા પ્રોબેશન અધિકારી વિકાસ ચંદ્રાએ કહ્યું કે અરજીના નિકાલ માટે આરોગ્ય અને પોલિસ વિભાગના નોડલ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે તાકિદે જ યોજનાનો લાભ વંચિત દુષ્કર્મ અને અન્ય હિસાઓથી પીડિત મહિલાઓના બેંક ખાતામાં રકમ મોકલવામાં આવશે