જીવનશૈલી

જે ગતિથી ઉત્તરપ્રદેશમાં કામ થઇ રહ્યું છે તે ગતિથી આપણે બિહારમાં પણ કરવું જાેઇએ .ગડકરી

કેન્દ્ર સરકાર ખાસ કરી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બિહારમાં રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણ કાર્યની ધીમી ગતિથી ખુબ નારાજ રહે છે આ વાત કોઇનાથી છુપાયેલી નથી. બિહારના ગંગા નગી પર રેલ સહ સડક પુલના લોકાર્પણનો હતો પરંતુ આ કાર્યક્રમમાં ભાષણ આપતા નીતિન ગડકરીએ એકવાર ફરી આ વાત કહી દીધી કે જે ગતિથી ઉત્તરપ્રદેશમાં કામ થઇ રહ્યું છે તે ગતિથી આપણે બિહારમાં પણ કરવું જાેઇએ તેમણે મુખ્યમંત્રી નીતીશકુમારને જમીન અધિગ્રહણ અને વન વિભાગની મંજુરીને લઇ પોતાના સ્તર પર વિશેષ રીતે સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો
ગડકરીએ કહ્યું કે હું તમને અમેરિકાની બરાબર પહોંચવાનો દાવો કરી રહ્યો નથી પરંતુ બિહારમાં જો સડકોના નિર્માણમાં ગતિ આવશે તો વચન આપું છું કે વર્તમાનમાં જે ત્રણ લાખ કરોડની પરિયોજના ચાલી રહી છે તેને પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ સુધી પહોંચાડી શકાય છે અને ત્યારે અમેરિકાના રોડ અનુસાર થઇ જશે કેન્દ્રીય મંત્રીએ એ પણ કહ્યું કે હું જે કહું રહ્યો છું તે પુરૂ કરૂ છું. ગડકરીએ પોતાના ભાષણ દરમિયાન રાજયની દરેક પરિયોજનાની વિસ્તૃત માહિતી આપી તેમણે કહ્યું કે નીતીશકુમારથી એથેનોલના ઉત્પાદનને પણ વધારવાની અપીલ કરી.ગડકરીએ ભાષણ દરમિયાન રાજયના ઉદ્યોગ મંત્રી શહનવાજ હુસૈન અને પંથ નિર્માણ મંત્રી નીતિન નવીનનો પણ ઉલ્લેખ કર્યો.
મુખ્યમંત્રી નીતીશકુમારે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીના સુચન પર કહ્યું કે તેઓ તેમને અભિનંદન આપે છે મુખ્યમંત્રી નીતીશકુમારે વિશેષ રાજયના દરજજાની માંગ તો આ મંચથી કરી નથી પરંતુ વારવાર કહ્યું કે બિહારની ઉપર વિશેષ ધ્યાન આપવું જ પડશે,એથેલોન ઉત્પાદનની ચર્ચા કરતા મુખ્મંત્રીએ માંગ કરી કે કેન્દ્ર બિહારમાં તેના ઉત્પાદનને લઇ ખપતને વધુમાં વધુ ઉત્પાદન કરવા પર સહમતિ આપે નીતીશ આ પુલના ઉદ્‌ધાટન પર ખુબ ખુશ હતાં કારણ કે જયારે વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇએ તેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે નીતીશકુમાર રેલ મંત્રી હતી અને હવે તે બિહારના મુખ્યમંત્રી તરીકે આ પ્રસંગ પર હાજર રહ્યાં હતાં.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button