ગુજરાત

હવે દાદા ભગવાન પરિવાર રાજ્ય સરકાર વતી દારુબંધીનો પ્રચાર-પ્રસાર કરશ

રાજ્ય સરકારનો ગૃહ વિભાગ છેલ્લા કેટલાય સમયથી પ્રચાર પ્રસાર મામલે તદ્દન નિષ્ક્રિય છે. બજેટ તો છે, પણ એડવર્ટાઇઝ આપવા મામલે ગૃહ ખાતાના બે અધિકારી વચ્ચે જ એટલી લડાઇ છે કે, એકેય સંધ કાશીએ પહોંચતો જ નથી. અથવા એમ કહો કે, પહોંચવા દેવાતો જ નથી. આ બેય અધિકારીઓ અરજીઓને એકબીજા વચ્ચે ફંગોળ્યા કરે છે અને કામ ના થાય એનુ દોષારોપણ પણ એકબીજા પર થોપ્યા કરે છે. અહીંયા જવાબ તો મીઠા મળેછે પણ પરિણામ મળતું નથી. જાેકે, આ તમામ સ્થિતિ વચ્ચે હાલમાં જ એકમાત્ર ઓર્ડર ફટાફટ પાસ કરાવાયો છે, સીએમ પટેલની સીધી સૂચનાથી દાદા ભગવાન પરિવારને તેમના સત્સંગ પ્રવચનની સાથે સાથે દારુબંધીના ઉપદેશ આપવા માટે એડવર્ટાઇઝિંગ બજેટ ફાળવી દેવાયું છે.
તેમને એ નથી ખબર પડી રહી કે, પાવર સેન્ટર ખરેખર કયાં છે? સીએમઓમાં, કમલમમાં કે પછી યુપીમાં? પ્રવાહી સ્થિતિમાં કોના ભરોસે કામ કરવું ? કોણ કોના બોસ છે એજ હાલ તેઓને ખબર નથી પડતી. તમામ અધિકારીઓ હાલ ટીમ ગુજરાત બની ને ચાલવાને બદલે ડિફેન્સિવ રમવામાં શાણપણ સમજી રહ્યા છે. તેમને ડર અને ચિંતા છે કે, જેના ભરોસે તેઓ પ્રોજેક્ટસમા સહીઓ કરે છે એજ ના રહે તો શું કરવાનું?
ગુજરાત સરકારની ફાઇલો અત્યારે ઓનલાઇન નહીં પણ ઓફલાઇન ચાલે છે. કોઇપણ ફાઇલનું ટ્રેકિંગ જાેવું હોય તો ફિઝિકલી જાેવું પડે છે, કારણ કે ઓનલાઇનમાં ફાઇલની મુવમેન્ટ પ્રક્રિયા બંધ જેવી છે. સરકારે ઇન્ટીગ્રેટેડ વર્કફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટ લાવી હતી અને તેના આધારે મુખ્યમંત્રીના સીએમ ડેશબોર્ડમાં ફાઇલની મુવમેન્ટ ખબર પડતી હતી પરંતુ કોરોના સંક્રમણના સમયથી એટલે કે, છેલ્લા બે વર્ષથી આઇડબલ્યુડીએમએસ બંધ જેવી હાલતમાં છે. તેમાં ફાઇલ ટ્રેકિંગ કરી શકાતું નથી.
ફાઇલનો આખો નંબર યાદ હોય તો અનેક વિભાગોના ચક્કર લગાવ્યા પછી ફાઇલની સાચી દિશા માલૂમ પડે છે. સચિવાલયમાં ચાર વર્ષ પહેલાં ખાનગી કંપની પાસે સોફ્ટવેર તૈયાર કરાવ્યું હતું અને તેનું પેમેન્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, સરકારના કેબિનેટ મંત્રીઓ અને વિભાગના આઇએએસ અધિકારીઓ આ સિસ્ટમ ફરી ચાલુ થાય તેવું ઇચ્છતા નથી. કેમ કે, સરકારી ફાઇલ ઓનલાઇન થાય તો ખબર પડી જાય છે કે, ફાઇલ ક્યા મંત્રી કે અધિકારીની ચેમ્બરમાં પેન્ડીંગ છે. રાજ્યના મુખ્યમંત્રીએ અંગત રસ લઇને આ સિસ્ટમને ફરી શરૂ કરાવવી જાેઇએ કે જેથી, અરજદારની ફાઇલ ક્યાં પડી રહી છે તેનો ખ્યાલ આવી શકે અને જવાબદાર અધિકારીને પૂછી શકાય.
સચિવાલયમાંથી હવે કોરોનાનો ડર ઓછો થયો છે. વેક્સિનથી સજ્જ થયેલા કર્મચારીઓ ફરીથી કામે લાગ્યા છે. ડબલ માસ્ક પહેરીને ફરજ બજાવી રહેલા કર્મચારીઓ હવે માસ્ક કાઢીને પહેલાની જેમ કેન્ટીનમાં નાસ્તો કરવા જાય છે. કર્મચારીઓ રિશેષમાં ચા ની લારી પર પણ જાેવા મળી રહ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઘટતાં રાજ્ય વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો છે. જાે કે હજી આઇએએસ ઓફિસરો મુલાકાતીઓ માટે દ્વાર બંધ કરીને બેઠાં છે.
વિભાગમાં કોઇ કામ લઇને આવેલા મુલાકાતીને ઝડપથી મુલાકાત મળતી નથી. સચિવાલયમાં મુલાકાતી ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોની અવર-જવર ફરી શરૂ થઇ છે. હવે તો કર્મચારીઓની એન્ટ્રી માટેના કાર્ડ સ્વેપીંગ મશીન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રત્યેક સરકારી કચેરીની બહાર સેનેટાઇઝર મશીનો લગાવવામાં આવેલા હતા તે હવે ધીમે ધીમે કાઢી નાંખવામાં આવ્યા છે અથવા તો તે રિફીલ થતાં નથી.
જેમને કોરોનાનો હજી ડર છે તેવા ઓફિસરો હજી પણ મુકાલાતી આવે તો માસ્ક બાંધે છે સચિવાલયમાં ટોચના એક અધિકારી કોરોના સંક્રમણથી એટલા બઘાં ડરી રહ્યાં હતા કે તેઓ ઓફિસ અવર્સમાં એન-૯૫ માસ્ક બાંધી રાખતા હતા પરંતુ જ્યારથી તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થઇ ત્યારથી તેઓ ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રત્યેક અડધો કલાકે તેઓ માસ્ક કાઢી નાંખે છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button