ક્રાઇમ

સાબરકાંઠા / ઘરફોડ તથા મંદિર ચોરી સાથે સંકળાયેલ ગેંગ ઝડપાઇ

રાજ્યમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યની પોલીસ પણ આવા ગુનાને ડામવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી અને મંદિરમાં ચોરીના ગુના સાથે સંકળાયેલ ગેંગ ને ઝડપી પાડવામાં આવી છે. જે સાથે જિલ્લામાં બનેલી એક -બે નહીં પરંતુ ૨૫ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. તો સાથે લખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.
ઇડર ઘાટી રોડ ઉપર કેટલાક અજાણ્યા ઇસમો ચાંદીની કેટલીક વસ્તુઓ સાથે પાંચ વ્યક્તિ ઊભા હતા. અને તેમની હિલચાલ શંકા સ્પદ જણાઈ આવી હતી. પોલીસને આ અંગે માહિતી મળતા જ આ શખ્સોની પાસે પહોંચી ગયા હતા. અને તેમની જડતી લેતા તેમની પાસેથી મંદિરમાંથી ચોરીના ચાંદીના છત્ર અને દાગીનાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ આ અંગે વધુ તપાસ કરતાં આ તમામ વસ્તુઓ મંદિરમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ગેંગ પાસેથી -(૧) ચાંદીના બે જાેડ કડલા (૨) ચાંદીનો એક કદોરો (૩) ચાંદીની પાયલો જાેડ -૨૦ (૪)ચાંદીની પાંચ મૂર્તિઓ , (૫) ચાંદીના પોલા કડલા જાેડ -૧ (૬) ચાંદીની પાયલ (૭) ચાંદીના ઝુડા વિગેરે સમાન મળી આવ્યો છે. જેની બજાર કિમત આશરે ૧.૬ લાખ જેટલી થવા જાય છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button